Site icon Gujarat Mirror

જામનગરના ભુજિયા કોઠાના દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી 7, એન્ટ્રી-ફી રપ રૂપિયા

નવાનગર (જામનગર)ના માજી રાજવી જામ રણમલજી(બીજા)ના સમયમાં ઈ.સ. 1839માં એટલે કે, આજથી 187 વર્ષ પહેલા રાજ્યની જે ઉંચામાં ઉંચી ઈમારત બની હતી, તે શંકુ આકારના ભુજિયા કોઠાનું માથું 2001ના ભુકંપમાં ભાંગી પડયા બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ખર્ચ કરીને તેનું રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરી લેવાયું હતું ત્યારબાદ ગઈકાલે તા.19-માર્ચ-2026 માં આ કોઠો તેના મુળભુત રંગરૂૂપ ધારણ કરીને ટુરિસ્ટ આકર્ષણ તરીકે ખુલ્લો મુકાયો છે. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે વર્ચ્યુલી રીતે ખુલ્લો મુકાયો હતો.

જેને નિહાળવા માટે ગઈકાલે પ્રથમ દિવસથીજ નાગરિકો જવા લાગ્યા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા શ્રીફળ વધેરીને પ્રારંભ કરાયો હતો, અને ગઈકાલે પ્રથમ દિવસે 97 નાગરિકોએ મુલાકાત લીધી હતી. ભારતીય લોકોને પ્રવેશ માટેની 25 રૂૂપિયા ફી નક્કી કરાઈ છે, જ્યારે વિદેશી નાગરિકો માટેની 150 રૂૂપિયા ફી નક્કી થઈ છે.
મહાનગરપાલિકાના તંત્રએ ભુજિયા કોઠામાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવી છે. આ કોઠો બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

જો કે, ટીકીટ બારી સાંજે 7 વાગ્યે બંધ થઈ જશે. આ કોઠામાં રૂૂ.25ની બ્લ્યુ કલરની ટીકીટ લઈને 100 જેટલા દાદરા ચડીને ઉપર વચલા માળ સુધી જવાનું રહેશે. તંત્રએ કોઠામાં જવા માટે એક બેચમાં 50ની સંખ્યા મર્યાદિત રાખી છે. આ 50 લોકો ઉપર જઈને વિવિધ બારીઓમાંથી નગર દર્શન કરી શકશે. છે તમામ નાગરિકોને બ્લુ કાર્ડ આપવામાં આવશે, અને ગળામાં પહેરીને નિદર્શનમાં જોડાઈ શકશે.

Exit mobile version