Site icon Gujarat Mirror

જામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલો

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો મોહસીન રહીમભાઈ ઠેબા નામનો 32 વર્ષનો સંધિ યુવાન ગઈકાલે માટેલ ચોકમાં એક પાનની દુકાને પાન ખાવા માટે ઊભો હતો, જે દરમિયાન ઇન્દ્રજીતસિંહ જયેન્દ્રસિંહ તેમજ મિતરાજસિંહ જયેન્દ્રસિંહ નામના બે શખ્સો તલવાર સાથે ધસી આવ્યા હતા, અને તું અમારી વાતો શું કામ કરે છે, તારે આ વિસ્તારમાં રહેવું નથી લાગતું. તેમ કહી તકરાર કરી હતી, અને બંને યુવાનોએ પોતાના હાથમાં રહેલી બે તલવારો વડે હુમલો કરી દીધો હતો.

ત્યારબાદ તેઓના સાથે જયેન્દ્રસિંહ ઉર્ફે જ્યૂભા, રાજ અને વીરુ વગેરે લોખંડના પાઇપ ધોકા લઈ ને ધસી આવ્યા હતા, અને તેઓએ પણ હુમલો કરી દેતાં ફેક્ચર સહિતની ઈજા થવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને હાલ દાખલ છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત મોસીન રહીમભાઈ ઠેબા એ પોતાના ઉપર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરવા અંગે ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એસ.જી. કેશવાલા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version