જામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયું

જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ત્યાં નવુ સાયન્સ સેન્ટર…

જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ત્યાં નવુ સાયન્સ સેન્ટર બનાવવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને ત્યાં અવર-જવર માટેનો રસ્તો પહોળો કરવા માટે આજે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી.

જે રસ્તામાં આડે આવતા વર્ષો જૂના નિલગીરી ના 3 વૃક્ષોનું પણ છેદન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત માર્ગે જંગલેશ્વર મહાદેવના મંદિર નજીક નીલગીરીના ત્રણ વિશાળ અને અતિપુરાણા વૃક્ષો આવેલા હતા, જેનું આજે મનપાની ટીમ દ્વારા છેદન કરી નાખવામાં આવ્યું હતું, જેથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે.
એક તરફ નગરમાં અનેક વૃક્ષો કોઈને કોઈ રીતે ધરાસાઈ થઈ રહ્યા છે, અને શહેરના પર્યાવરણ પર ગંભીર ખતરો છે. નવા વૃક્ષો ઉગાડવાની પ્રક્રિયા ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે. ત્યારે આવા અતિ મહત્વના અન ઘેઘૂર વૃક્ષ તોડી નાખવાની કાર્યવાહી થતાં પર્યાવરણ પ્રેમીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.