Site icon Gujarat Mirror

જામનગર મોહનનગરની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયા

જામનગરના મોહન નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને સોનાના દાગીના, રોકડ રૂૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 2,60,500 ના મુદામાલ સાથે એલ.સી.બી ની ટુકડી એ બે આરોપીને ઝડપી લીધા છે.

જામનગરના મોહનનગર વિસ્તારમાં જય જલારામ નામના મકાનમાં રહેતા વર્ષાબેન પ્રભુદાસ રતીલાલ લુકકાના રહેણાંક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં લાકડાના કબાટ માંથી સોનાના દાગીના તથા રોકડ રૂૂપીયા 40,000મળી કુલ રૂૂ. 1,10,000 ની યોરી કરી લઇ જતાં અજાણયા ચોર ઇસમો વિરુધ્ધમાં સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટુકડી એ તપાસમાં ઝૂકાવ્યું હતું, અને ચોરીનો ભેદ ઉકેલી નાખી બે તસ્કરોને ઝડપી લીધા છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. શ્રી એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો ની અલગ અલગ ટીમો બનાવી ચોરીઓ ડીટેકટ કરવા કમાન્ડ કંટ્રોલમાં (નેત્રમ) સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જરૂૂરી વર્ક આઉટ કરવામાં આવેલ હતુ.

દરમ્યાન એલ.સી.બી. ની ટુકડીએ ચોરીનો ભેદ પેલી નાખી બે આરોપીઓ પ્રદિપભાઇ ઉર્ફે પદીયો કારૂૂભાઇ કેશુભાઇ પઢારીયા (રહે. ગોંડલ ચોકડી પાસે, રાજકોટ) અને જગદીશભાઇ ઉર્ફે જગો ગુણવંતભાઈ નિમાવત (રહે. સોલવંત કોઠારીયા, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર રાજકોટ) ને ઝડપી લીધા છે જેઓ પાસેથી ચોરાઉ સોનાના દાગીના, રોકડ રૂૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 2.50,500 નો મુદામાલ કબજે કરી લીધો છે. અને તેઓને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

Exit mobile version