Site icon Gujarat Mirror

સોમનાથ મહાદેવના દર્શન કરી S.P. તરીકે ચાર્જ સંભાળતા જયદિપસિંહ જાડેજા

ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર આપી સ્વાગત કર્યુ

ગીર-સોમનથ જિલ્લાના પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતાં તેમના સ્થાને નિમણૂક અપાયેલ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળ્યો.

મુળ કચ્છના તા.27-9-82ના રોજ જન્મેલા તેઓએ પી.જી. ડિપ્લો., જર્નાલીઝમ પણ તેજસ્વી રીતે પાસ કરેલ છે. બીએસસી મેથ્સ સાથે ઉત્તીર્ણ થનાર તેઓ ઉમદા અને યશસ્વી કામગીરી કરનાર અધિકારી તરીકે ઉમદા પ્રતિભા ધરાવે છે.

સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી જિલ્લા પોલીસવડા કચેરીએ આજે ચાર્જ સંભાળ્યો અને પોલીસ જવાનોનું ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ સ્ટાફ પરિચય અને જિલ્લા પરિસ્થિતિથી જાણકારી મેળવી.

નવનિયુક્ત પોલીસવડા જયદીપસિંહ જાડેજા પોલીસ પરિવાર સાથે સોમનાથ મહાદેવ દર્શન કર્યા તેઓ દ્વારા સોમનાથ મહાદેવ ધજા પૂજા સોમેશ્વર મહાપૂજા કરાવામાં આવી એસપી પાદ પૂજાની પાલખી યાત્રા પણ જોડાયા ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અર્પણ કરી સ્વાગત અભીવાદન કર્યું નવા એસપી જયદીપસિંહ જાડેજા અને આજથી ચાર્જ સંભાળ્યો લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી

Exit mobile version