Site icon Gujarat Mirror

“કોઈનો વાંક નથી મારી જાતે પગલું ભરૂ છું” સ્યુસાઇડ નોટ લખી વેપારી યુવાનનો આપઘાત

રાજકોટમાં જુના મોરબી રોડ ઉપર રાજેશ મીલ સામે આવેલ સેફરોન બિલ્ડીંગમાં રહેતા અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા યુવાને નસ્ત્રકોઈનો વાંક નથી મારી જાતે પગલું ભરૂૂ છુંસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી છઠ્ઠા માળની બાલ્કનીમાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. માતા-પિતાના આધાર સ્થંભ અને એકની એક બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજેશ મીલ સામે આવેલ સેફરોન બિલ્ડીંગમાં રહેતા ભાવિન વિજયભાઈ ટોપીયા નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં છઠ્ઠા માળની ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી હતી. યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું ઘટના સ્થળે મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. આ ઘટના અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાને દોડી ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ મઘરવાડાનો વતની છે અને બે મહિનાથી જ રાજકોટમાં રહેવા આવ્યો હતો. મૃતક યુવાન સંત કબીર રોડ ઉપર ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો હતો અને તેના પિતા બંગડીનું કામ કરે છે. માતા-પિતાને આધાર સ્થંભ અને એકની એક બહેનના એકના એક ભાઈ હતો. મૃતક યુવાન પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં નસ્ત્રકોઈનો વાંક નથી મારી જાતે પગલું ભરૂૂ છુંસ્ત્રસ્ત્ર તેવો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.સી. સોઢા સહિતના સ્ટાફે યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા કાનૂની તપાસનો લંબાવ્યો છે.

Exit mobile version