આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના કારણે ભવિષ્યમાં નોકરીઓ પર કેવી અસર પડશે એ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં મોટા ભાગે એવો સૂર નિકળે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) મોટા પાયે વ્હાઈટ કોલર જોબ એટલે કે ઓફિસમાં બેસીને કરાતાં કામોને લગતી નોકરીઓ ખાઈ જશે અને લોકો મોટી સંખ્યામાં બેરોજગાર થશે. તેના કારણે ભારત સહિતના દેશોમાં ફફડાટ પણ છે ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરના બે ખેરખાંઓ આ મુદ્દે સામસામે આવી જતાં ગૂંચવાડો સર્જાઈ ગયો છે.
આ ખેરખાંઓમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)સેક્ટરની મોટી કંપની મનાતી એન્થ્રોપિક્સના સીઈઓ ડારિયો એમેઈડો છે અને બીજા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરના ગોડફાધર્સ પૈકીના એક યાન લેકન છે. ડારિયો એમેઈડોએ હમણાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં કોમેન્ટ કરેલી કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના કારણે ભવિષ્યમાં નોકરીઓ પર વિપરિત અસર થશે અને ટેકનોલોજી, લો, ક્ધસલ્ટિંગ, ફાયનાન્સ વગેરે સેક્ટરમાં એન્ટ્રી લેવલની 50 ટકાથી વધુ નોકરીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના ખપ્પરમાં સ્વાહા થઈ જશે.
લેકનનું કહેવું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની વર્ક કલ્ચર કે રોજગારી પર શું અસર પડશે એ વિશે ટેકનોલોજી સેક્ટરનો કોઈ પણ માણસ ગમે તે કહે તો પણ ભરોસો ના કરતા. ડારિયો જ નહીં પણ હું. સોમ એલ્ટમેન, યોશુઆ બેંગિયો કે જ્યોફરી હિન્ટન પણ કંઈ પણ કહે તો તેમની વાત ના માનતા પણ વરસોથી અર્થતંત્રનો અભ્યાસ કરી રહેલા અર્થશાસ્ત્રીઓની વાત માનજો. લેકનના કહેવા પ્રમાણે તો અમારા જેવા ટેકનોલોજીના જાણકાર લોકોના બદલે પરિવર્તનોની અર્થતંત્ર અને રોજગારી પર પડનારી અસરોના અભ્યાસમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખનારા ફિલિપ એગિઓન, એરિક બ્રાયનોલ્ફસન, ડેરોન એસેમોગ્લુ, એન્ડ્રુ મેકાફી કે ડેવિડ ઓટોર જેવા દિગ્ગજ અર્થશાસ્ત્રી આ અંગે અભિપ્રાય આપવા માટે વધારે લાયક છે અને આ સવાલ તેમને જ પૂછવો જોઈએ. લેકને જે નામ ગણાવ્યાં એ બધા ટેકનોલોજીના ખાં છે અને એઆઈમાં તેમના નામના ડંકા વાગે છે. સોમ એલ્ટમેન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરની સૌથી મોટી કંપની ઓપનએઆઈનો સીઈઓ છે જ્યારે યોશુઆ બેંગિયો અને જ્યોફરી હિન્ટન વિશ્વમાં યોશુઆ બેંગિયો કે જ્યોફરી હિન્ટનના પ્રણેતા મનાય છે.
યાન લેકન, યોશુઆ બેંગિયો અને જ્યોફરી હિન્ટનની ત્રિપુટીને ગોડફાધર્સ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ((એઆઇ) ગણવામાં આવે છે. થોન લેકન મેટાના ભૂતપૂર્વ ચીફ એઆઈ સાયન્ટિસ્ટ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)માં સૌથી પ્રતિષ્ઠિત સંશોધકોમાંના એક મનાય છે. યોન લેકનની વાતને ભૂતકાળના અનુભવોને આધારે પણ મૂલવવા જેવી છે. આપણે બહુ દૂરની વાત ના કરીએ ને છેલ્લા ચાર-પાંચ દાયકાની જ વાત કરીએ તો આ ગાળામાં જ કમ સે કમ બે શોધોના કારણે દુનિયામાં રોજગારી ખતમ થઈ જશે અને મશીનો માણસ પર ચડી બેસશે એવી આગાહીઓ થતી જ હતી પણ એ આગાહીઓ ધરાર ખોટી જ ના પડી પણ જે નકારાત્મક અસરોની વાતો થતી હતી એવું કશું બન્યું નહીં.
પહેલી શોધ કોમ્પ્યુટરની હતી અને બીજી શોધ રોબોટની હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના સેક્ટરમાં પણ એવું બની શકે છે કેમ કે એઆઈ પણ બહુ મોંઘી ટેકનોલોજી તો છે જ. આ કારણે એઆઈ બધું બનાવી દે તો પણ તેને અપનાવાય જ એવું ના પણ બને. આશા રાખીએ કે, એવું ના થાય.

