Sports
IPL-2025 મેગા ઓક્શન રિયાધ અથવા જેદ્દાહમાં યોજાશે
આઇપીએલ 2025 મેગા ઓક્શન ક્યાં થશે? આ સંદર્ભમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે હવે બે શહેરોના નામ છે જેમાં હરાજીનું આયોજન કરી શકાય છે.
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના, સિંગાપોર, દુબઈ અને લંડનને હરાજી માટે સ્થાન માનવામાં આવી રહ્યું છે. પરંતુ હવે ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ સાઉદી અરેબિયામાં મેગા ઓક્શન કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ હવે રિયાધ અને જેદ્દાહમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.
બીસીસીઆઈએ કેટલાક અધિકારીઓને સાઉદી અરેબિયા મોકલ્યા છે, આઇપીએલ 2025 ટીમો ભારતમાં હરાજી પ્રક્રિયા હાથ ધરવા ઈચ્છતી હતી, પરંતુ ભારતમાં હરાજી હાથ ધરવાનો કોઈ વિકલ્પ નહોતો. હવે ટીમના માલિકો બીસીસીઆઈ દ્વારા હરાજીની જગ્યા અને તારીખની પુષ્ટિ કરે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી શકે.
બીસીસીઆઈ આ તારીખોને લઈને પણ ખચકાટ અનુભવી શકે છે કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22-26 નવેમ્બર દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાવાની છે.
મેગા ઓક્શનના પ્રસારણ અધિકારો એક જ કંપની પાસે છે. આવી સ્થિતિમાં, હરાજી અને ટેસ્ટ મેચ વચ્ચેની ટક્કરથી બ્રોડકાસ્ટરને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જો 25-26 નવેમ્બરની તારીખો ક્ધફર્મ થઈ જાય તો સાંજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.