ગુજરાત
રાજ્યભરની ઈન્ટરનેશનલ સ્કૂલોને જીએસટી નોટિસોથી દેકારો
ગુડ્સ અને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યની ઘણીબધી આંતરરાષ્ટ્રીય જોડાણ ધરાવતી સ્કૂલોને નોટીસ પાઠવવામાં આવતા દેકારો મચી જવા પામ્યો છે. રાજ્યની કેટલીક સ્કૂલોને 2017થી ઈન્ટરનેશનલ બોર્ડ સાથે જોડાણ માટેની ચૂકવેલી ફી પર જીએસટી ડિમાન્ડ કાઢવામાં આવી છે. આના પગલે સ્કૂલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને કેટલીક સ્કૂલોએ ફી પણ વધારવી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે રાજ્યની આંતરરાષ્ટ્રીય બોર્ડ સાથે જોડાણ ધરાવતી કેટલીક સ્કૂલોને રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ 18% જીએસટી ભરવા માટેની નોટીસો આપવામાં આવી છે. અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટન્ટના જણાવ્યા પ્રમાણે સર્વિસનું ઈમ્પોર્ટ એ જીએસટી હેઠળ સપ્લાય તરીકે કરવામાં આવે છે. જે ડોમેસ્ટીક સર્વિસની જેમ જ જીએસટીના કાયદા હેઠળ ટેક્સ પાત્ર બને છે. આ માટે કેમ્બ્રીઝ બોર્ડ જેવા અનેક આંતરરાષ્ટ્રીય બોર્ડ સાથે જોડાણ માટે ચૂકવાયેલી ફી પર જૂલાઈ 1 2017થી 18 ટકા જીએસટી ભરવો પડે હાલમાં આ સ્કૂલોએ પોતાના સીએ પાસેથી નોટીસનો જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ નોટીસો જીએસટી કાઉન્સીલની 54 મી મીટીંગ જે આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજવામાં આવી હતી.
તે અંતર્ગત એક ક્લેરિફીકેશન બહાર પડાયું હતું. જે મુજબ આપવામાં આવી છે. જેથી મોટાભાગની સ્કૂલોએ આરસીએમ ચાર્જ હેઠળ આ રકમ ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલ સંચાલકોને ફટકારેલી નોટીસમાં 2017થી જીએસટી ભરવાની માગણી કરાઈ હોવાથી અમુક સંચાલકો પાછલા વર્ષની ફી કઈ રીતે વસુલવી તે મુદ્દે પણ માથુ ખંજવાળી રહ્યા છે.