Site icon Gujarat Mirror

રેલવે ડિવિઝનનાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણ

‘સ્વચ્છતા પખવાડિયું 2025’ અંતર્ગત, રાજકોટ મંડળમાં 10 ઓક્ટોબર, 2025ના રોજ, રેલવે અધિકારીઓ દ્વારા વિવિધ ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણ અને સ્વચ્છતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણ અભિયાનનો હેતુ ટ્રેનોમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, પેન્ટ્રી કારની સ્વચ્છતા, તેમજ કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા (હાઇજીન)ની સ્થિતિનું મૂલ્યાંકન કરીને મુસાફર સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવાનો હતો. નિરીક્ષણ દરમિયાન, પેન્ટ્રી કારના સ્ટાફને સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા તથા વ્યક્તિગત સ્વચ્છતાના મહત્ત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા. ટ્રેન સંખ્યા 16338 એર્નાકુલમઓખા એક્સપ્રેસની પેન્ટ્રી કારનું નિરીક્ષણ મેડિકલ અને વાણિજ્ય વિભાગો દ્વારા, તથા ટ્રેન સંખ્યા 15635 ઓખાગુવાહાટી એક્સપ્રેસની પેન્ટ્રી કારનું નિરીક્ષણ મેડિકલ અને યાંત્રિક વિભાગો દ્વારા કરવામાં આવ્યું.

નિરીક્ષણ દરમિયાન પેન્ટ્રી કારમાં ઉપયોગમાં લેવાતા વાસણો, ખાદ્ય સામગ્રી, સંગ્રહ ક્ષેત્રોની સ્વચ્છતા, કર્મચારીઓની તબીબી યોગ્યતા (મેડિકલ ફિટનેસ) અને વ્યક્તિગત સ્વચ્છતા (હાઇજીન)નું વિસ્તૃત પરીક્ષણ કરવામાં આવ્યું.

Exit mobile version