Site icon Gujarat Mirror

રાજકોટથી નવી મુંબઇ માટે ઇન્ડિગોની સવારની વધુ એક ફલાઇટ શરૂ કરાશે

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન શરૂૂ થઈ ગયું છે ત્યારે રાજકોટથી નવી મુંબઈ માટેની વધુ એક ફ્લાઈટનું શેડ્યુલ જાહેર થયું છે. 29 માર્ચથી ઇન્ડિગોની રાજકોટથી નવી મુંબઈ માટે સવારની ફ્લાઈટ ઉડાન ભરશે. નવી મુંબઈના નવા એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઑક્ટોબરના રોજ લોકાર્પણ કર્યું હતું. મુંબઈનું આ બીજું ઍરપોર્ટ ઓપરેશ માટે ખુલ્લું મુકાયા બાદ હવે રાજકોટથી નવી મુંબઈ ના આ એરપોર્ટ માટે 29 માર્ચથી નવી ફ્લાઈટ શરુ કરવમાં આવી છે.

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી હવે સૌરાષ્ટ્રના મુસાફરો માટે વધુ એક સવારની ફ્લાઈટની સુવિધા મળશે. ઈન્ડીગો દ્વારા જાહેર કરેલ શેડ્યુલમાં 29 માર્ચથી ફ્લાઈટ નંબર 6ઊ 7045 સવારે 7 વાગ્યે નવી મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરી સવારે 8.15 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પહોચશે અને રાજકોટ હીરાસર એરપોર્ટથી ફ્લાઈટ નંબર 6ઊ 7046 સવારે 8.15 કલાકે નવી મુંબઈ માટે ઉડાન ભરી સવારે 9.50 કલાકે નવી મુંબઈ એરપોર્ટ ખાતે પહોચશે. રાજકોટથી મુંબઈ માટેની સવાર ની વધુ એક ફ્લાઈટ મળતા સૌરાષ્ટ્રના ઉધોગકારોને વધુ સુવિધા મળશે.

Exit mobile version