Site icon Gujarat Mirror

ઈન્ડિગો ફ્લાઇટનું એન્જિન ફેઇલ થતાં દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ, 161 મુસાફરોના જીવ માંડ બચ્યાં

 

 

આજે (28 માર્ચ) સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અફરાતફરી ફેલાઈ હતી. જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ 6E 579એ ઈમરજન્સી જાહેર કરી હતી. વિશાખાપટ્ટનમ (VTZ)થી દિલ્હી (DEL) જઈ રહેલા આ બોઇંગ 737-800 વિમાનનું એક એન્જિન ફેલ થય ગયું હતું. જોકે પાઇલટની સતર્કતા અને એરપોર્ટ વહીવટીતંત્રના તાત્કાલિક પ્રતિભાવને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

વિમાનના એન્જિનમાં ખામીને કારણે રનવે 28 પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાને સવારે 10:39 વાગ્યે ઈમરજન્સી જાહેર કરી હતી. તે સમયે કુલ 161 લોકો પ્લેનમાં સવાર હતા. લેન્ડિંગ સમયે કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે રનવે પર ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. સંપૂર્ણ કટોકટી જાહેર થતાં જ દિલ્હી એરપોર્ટ પર રનવેની કિનારે ક્રેશ ફાયર રેસ્ક્યુ વાહનોને તૈનાત રાખવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે કટોકટીનો કોલ આવ્યો હતો. તમામ સંબંધિત એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. ઇન્ડિગોની ટેકનિકલ ટીમ હવે ખામીની ગંભીરતા નક્કી કરવા માટે વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરી રહી છે.

બોઇંગ 737-800 એક ટ્વીન-એન્જિન વિમાન છે. પાઇલટે ફક્ત એક જ એન્જિનનો ઉપયોગ કરીને વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કર્યું. જ્યારે દરેક કોમર્શિયલ પાઇલટ આવા સંજોગો માટે તાલીમ મેળવે છે. આ જ કારણોસર જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે “પૂર્ણ કટોકટી” પ્રોટોકોલ સક્રિય કરવામાં આવે છે. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળે છે.

ઇન્ડિગો ઘટના અંગે DGCA નું નિવેદન

આજે ઇન્ડિગોના વેટ-લીઝ્ડ B737-800 એરક્રાફ્ટ (VT-TCON) દ્વારા સંચાલિત ફ્લાઇટ 6E-579 (વિશાખાપટ્ટનમ-દિલ્હી)નું એક એન્જીન ખરાબ થયું હતું.ગંભીર કંપનને કારણે નંબર 1 એન્જિન નિષ્ફળ ગયું. વિમાન CFM-56 એન્જિનથી સજ્જ છે. કટોકટી જાહેર કરવામાં આવી હતી, અને વિમાને સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. વિમાનને નિરીક્ષણ અને સુધારણા માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. DAS (NR) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version