Site icon Gujarat Mirror

T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાક.નો મુકાબલો થઈ શકે, કાલે નિર્ણાયક દિવસ

 

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ગઈ કાલે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ, જેમાં ભારતે 61 રને શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે, ભરતીય ટીમે ટુર્નામેન્ટના સુપર 8 સ્ટેજમાં જગ્યા મળેવી લીધી છે. T20 વર્લ્ડ કપ 2026માં જ ક્રિકેટ ચાહકોને વધુ એક ભારત દત પાકિસ્તાન મેચ જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા પાસે ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ એક-એક મેચ રમવાની બાકી છે. ભારત 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે મેચ રમશે, જ્યારે એજ દિવસે પાકિસ્તાન નામિબિયા સામે મેચ રમશે. બંને ટીમો આ મેચ જીતી જાય એવી પુરેપૂરી શકયતા છે.

આમ ગ્રુપ-અમાં ભારત પહેલા અને પાકિસ્તાન બીજા સ્થાને રહી શકે છે. T20 વર્લ્ડ કપ 2026માં 20 ટીમો ભાગ લઇ રહી છે, તેને ચાર ગ્રુપ અ, ઇ, ઈ અને ઉમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર 8 સ્ટેજમાં પહોંચશે. આ આઠ ટીમોને ચાર-ચારના ડ અને ઢ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ભારતને ગ્રુપ ડ માં રાખવામાં આવ્યું છે, જો પાકિસ્તાન સુપર 8માં પહોંચશે તો તેને ગ્રુપ ઢ માં રાખવામાં આવશે. આથી બંને સુપર-8 સ્ટેજમાં મેચ નહીં થાય.

જો ભરતીય ટીમ સુપર-8માં ગ્રુપ ડ માં ટોચ પર રહે છે, તો તેને ગ્રુપ ઢ માં બીજા ક્રમે રહેતી ટીમ સાથે મેચ રમવાની રહેશે. જો ભરતીય ટીમ ડ માં બીજા સ્થાને રહે, તો તેને ઢ ગ્રુપમાં પહેલા ક્રમે રહેતી ટીમ સાથે મેચ રમવાની રહેશે. આમ ભારતીય ચાહકોની નજર ભારતીય ટીમ ઉપરાંત પાકિસ્તાનની ટીમના પ્રદર્શન પર પણ રહેશે. પાકિસ્તાનની ટીમ ભલે ભારત સામે મેચ હારી ગઈ પણ આ ટીમ મજબુત કમબેક કરી શકે છે. તાજેતરમાં પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલીયા સામે 3-0થી સિરીઝ જીતી હતી. બીજી તરફ ભારતીય ટીમ તેનાં સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. જો બંને ભારત અને પાકિસ્તાન બંને ટીમો સેમિફાઇનલમાં પ્રવેશે, પણ એક બીજા સામે મેચ રમતી નથી, તો બંને ટીમો ફાઇનલમાં પ્રવેશે તેવી પણ શક્યતા છે. જો આવું થાય તો ક્રિકેટનો રોમાંચ આસમાને પહોંચી શકે છે.

બાબર-શાહીન કાલની મેચમાં બહાર રહેશે ?
ICC ટુર્નામેન્ટોમાં ભારત સામે પાકિસ્તાનનું પ્રદર્શન સતત નબળું રહ્યું છે. T20 વર્લ્ડ કપ 2026ની મહત્વપૂર્ણ મેચમાં ફરી એકવાર ભારત સામે હાર સ્વીકારવી પડી, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળ્યો છે. હંમેશની જેમ, ભારત સામેની હાર બાદ જવાબદારી અનુભવી ખેલાડીઓ પર આવી છે, ખાસ કરીને બાબર આઝમ અને શાહીન આફ્રિદી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના અગ્રણી મીડિયા હાઉસ મીડિયા અહેવાલ મુજબ, નામિબિયા સામેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં બાબર આઝમ અને શાહીંન આફ્રિદીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. સુપર-8માં પહોંચવા માટે પાકિસ્તાન માટે આ મેચ જીતવી અત્યંત જરૂૂરી છે. જો સલમાન આગાની આગેવાની હેઠળની ટીમ નિષ્ફળ જાય છે, તો પાકિસ્તાન સતત બીજી વખત પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ જશે.

Exit mobile version