Site icon Gujarat Mirror

ભારત-ફ્રાંસ રાફેલ સોદાની નજીક: વાયુસેનાને 114 લડાકુ વિમાનની જરૂર

ભારત અને ફ્રાન્સ વચ્ચે ફાઇટર જેટનો સમાવેશ થતો એક મોટો સંરક્ષણ સોદો નજીક આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટની અછતને પહોંચી વળવા માટે ટૂંક સમયમાં રાફેલ ફાઇટર જેટ ખરીદવામાં આવી શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની આગામી મહિને ભારતની મુલાકાત પહેલાં આ સંરક્ષણ સોદો થવાની શક્યતા છે.

ભારતીય વાયુસેનાએ સરકાર-થી-સરકાર (G2G) કરાર હેઠળ મોટી સંખ્યામાં રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. આ સોદાની મુખ્ય વિશેષતા એ છે કે આ વિમાનોનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. જ્યારે ખરીદવામાં આવનારા વિમાનોની અંતિમ સંખ્યા હજુ વાટાઘાટો હેઠળ છે, ત્યારે ભારતીય વાયુસેનાને ઓછામાં ઓછા 114 આધુનિક ફાઇટર જેટની જરૂૂર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સંપાદન કાઉન્સિલ (DAC) ની ઔપચારિક મંજૂરીની જરૂૂર પડશે. આ પછી કિંમત વાટાઘાટો અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિની અંતિમ મંજૂરી લેવામાં આવશે. વધુમાં, વાર્ષિક બજેટમાં પૂરતી જોગવાઈઓ કરવાની જરૂૂર પડશે.

ગયા વર્ષે, ભારતે નૌકાદળ માટે 24 વિમાનો માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આનો અર્થ એ થયો કે વાયુસેના માટે આ મોટા સોદા માટે કિંમત પહેલાથી જ નક્કી છે, જે 10 અબજ યુરોની હોઈ શકે છે.

ભારતમાં રાફેલ વિમાનનું ઉત્પાદન દેશના ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વપૂર્ણ તકનીકો પૂરી પાડશે. ગયા વર્ષે જૂનમાં, Tata Advanced Systems Limited (TASL) એ ભારતમાં રાફેલ ફાઇટર જેટ માટે ફ્યુઝલેજ (વિમાનનું મુખ્ય માળખું) બનાવવા માટે ફ્રાન્સની ઉફતતજ્ઞીહિં અદશફશિંજ્ઞક્ષ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Exit mobile version