ગુજરાત
શાપરમાં એકના એક પૂત્રને માતા-પિતાથી અલગ રહેવા જવાનું કહી પૂત્રવધુનો આપઘાતનો પ્રયાસ
પતિ કામ પર જાય તો શંકા કરી વીડિયો કોલ કરી પુછે તું ક્યાં છો?, ત્રણ લાખના દાગીના કરવા જીદ કરી હોવાનો સસરાનો આક્ષેપ
શાપર-વેરાવળમાં રહેતા મુળ અમરેલીના યુવાને વિરપુરની યુવતિ સાથે સગાઈ કરી હતી. ત્યાર બાદ યુવતિના પરિવારની પરિસ્થિતિ સારી ન હોય માટે બન્નેએ ફુલહારથી લગ્ન કર્યા હતાં. હવે આ યુવતિનો પતિ જ્યારે કામ પર જાય ત્યારે યુવતિ વીડિયો કોલ કરી શંકા કરી કયાં છો?
એમ અવાર નવાર પુછ્યા કરે અને ત્રણ લાખના દાગીના ખરીદી આપવાની જીદ કરી હતી તેમજ એકના એક પુત્રને માતા-પિતાથી અલગ રહેવા જવાની જીદ પકડતા યુવતિએ ફિનાઈલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ મામલે હવે શાપર-વેરાવળ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતા હિરલબેન લાલજીભાઈ સાગઠિયા નામની 18 વર્ષની યુવતિએ ગઈકાલે પોતાની સાસરીમાં ફિનાઈલ પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.
આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર-વેરાવળ પોલીસને જાણ કરી હતી. અહીં હિરલબેનના સસરાએ જણાવ્યું હતુ ંકે, વિરપુર માવતર ધરાવતી હિરલબેનના લગ્ન તેના પુત્ર લાલજી સાથે પાંચ મહિના પહેલા થયા હતાં. સૌ પ્રથમ સગાઈ કર્યા બાદ હિરલના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ ન હોય મારા પુત્ર લાલજીના ફુલહાર કરી લગ્ન કરી આપ્યા હતાં.
હિરલ માવતરે આવ્યા બાદ તેની અપેક્ષાઓ વધીગઈ હતી. અને લગ્નના મહિનામાં જ એસીડ પીધુ હતુ ત્યાર બાદ સારૂ થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપી હતી. ગઈકાલે લાલજી મજુરી કામ કરવા ગયો ત્યારે શંકા કરી વીડિયો કોલ કર્યો હતો અને તુ ક્યાં છો? કહી માથાકુટ કરી હતી. તેમજ મારા એકના એક દિકરા લાલજીને તેની પત્ની હિરલ અલગ થઈ જવાનું અને ત્રણ લાખના દાગીના કરાવી આપો કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ તેમને સમજાવતા હિરલે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.