Site icon Gujarat Mirror

રૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યું

રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા દંપતિ સાથે દારૂડીયાઓએ ઝઘડો કરી માર માર્યો હતો જેથી પરિણીતાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામ લાઇટ હાઉસના કવાર્ટર સામે ઝુપડપટ્ટીમાં રહેતી માલાબેન રાધેભાઇ પરમાર નામની 22 વર્ષની પરિણીતા અને તેના પતિ રાધેભાઇ પરમાર પોતાના ઘર પાસે હતા ત્યારે દારૂડીયા શખ્સોએ ઝઘડો કરી પ્લાસ્ટીકના પાઇપ વડે માર માર્યો હતો. નશાખોરોના ત્રાસથી માલાબેનને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


આ ઉપરાંત બીજા બનાવમાં વાવડી વિસ્તારમાં આવેલા સુરભી એપાર્ટમેન્ટમાં રહેતી અંકિતાબેન ભરતભાઇ ઘોરેચા નામની 28 વર્ષની ત્યકતાએ ડિપ્રેશનની વધુ પડતી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમીક પુછપરછમાં અંકિતાબેન ઘોરેચાના છુટાછેડા થઇ ગયા બાદ પતિ પાસે રહેલી પુત્રીને પતિ રમાડવા દેતો ન હોવાથી પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version