Site icon Gujarat Mirror

મોરબીમાં યુવાને ગળા પર કાતર ફેરવી મોત વ્હાલું કર્યું

વાંકાનેરના માટેલ રોડ પર રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને પોતાના ગળા પર કાતર ફેરવી દીધી હતી ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેર માટેલ રોડ પર કોટેસર ગ્રેનાઈટ ફેક્ટરી પાસે રહેતા ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બીરૂૂવા (ઉ.વ.37) નામના યુવાને માટેલ રોડ પર પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળાના ભાગે કાતર મારી દીધી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Exit mobile version