કુંભારવાડામાં સંતાનોના તોફાનથી લાગી આવતા જનેતાએ ઉંઘની વધુ ગોળીઓ પી લીધી

સેન્ટ્રલ જેલમાં કેદીએ ખીલી અને બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં કુંભારવાડામાં રહેતી પરિણીતાએ સંતાનોના તોફાનથી લાગી આવતા ઉંધની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી.…

સેન્ટ્રલ જેલમાં કેદીએ ખીલી અને બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુ

શહેરમાં કુંભારવાડામાં રહેતી પરિણીતાએ સંતાનોના તોફાનથી લાગી આવતા ઉંધની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. પરિણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુંભારવાડામાં રહેતી સ્નેહાબેન કૌશલભાઇ ગેરીયા નામની 38 વર્ષની પરિણીતા બપોરના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સ્નેહાબેને ઘરમાં બાળકોના તોફાનથી લાગી આવતા ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય બનાવમાં સેન્ટ્રલમાં સજા કપતા હેપી રાકેશભાઇ વોરા નામના 23 વર્ષના કેદીએ ખીલી ખાઇ લીધી હતી. જયારે રામનાથપરામાં આવેલા નવયુગપરામાં રહેતી રેખાબેન હરજીવનભાઇ ચૌહાણ નામની 30 વર્ષની પરિણીતાએ ફિનાઇલની ગોળીઓ અને રામપાર્કમાં રહેતી અનીતાબેન પરેશભાઇ નામની 26 વર્ષની પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. ઉપરોક બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.