જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં આવતાં આખરે આજે મહાનગર પાલિકાએ લગભગ 16 જેટલી સોસાયટીઓની પાણી સપ્લાય બંધ કરી દીધી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો નહિ ભરનારા આસામીઓનો સત્વરે વેરો ભરપાઈ કરવા સૂચના / નોટિસો આપી હતી.વ્યાજમાફી યોજના ની પણ તક આપી હતી.
આમ છતાં વેરો ભરપાઈ કરવામાં નહી આવતા ગત તા.6 માર્ચ ના આખરી જાહેર નોટીસ આપી સાત દિવસ નો સમય આપ્યો હતો. અને જો સાત દિવસ માં વેરો ભરપાઈ કરવામાં નહી આવે, તો પાણી સપ્લાય બંધ કરી તેમજ મિલકત જપ્તી કરી તેનું હરરારજી માં વેચાણ કરી વેરો વસૂલવા માં આવશે તેમ જણાવ્યું હતું . આમ છતાં વેરો ભરપપાઇ કરવામાં નહી આવતાં મહાનગર પાલિકાએ કડક પગલા લીધા છે. અને આજે 16 જેટલી સોસાયટી ની પાણી સપ્લાય બંધ કરી છે.
શહેરના ગોકુલનગર ઝોન હેઠળ ના વિસ્તારમાં મિલકત અને પાણી વેરા ની મોટી રકમ વસૂલાત માટે રીકવરી નાં ભાગરૂૂપે પાણી પુરવઠો અસ્થાયી રૂૂપે બંધ કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં -15 રમેશ હાર્ડવેર વાળી શેરી , વોર્ડ નં -15 માં મારૂૂતિનગર , મથુરાનગર, લક્ષ્મીનગર , તથા રવિપાર્ક ઝોન હેઠળ નાં વોર્ડ નં -06 રવિપાર્ક ટાઉનશીપ , જય દ્વારકાધીશ પાર્ક,. યોગેશ્વરધામ, સ્વામિનારાયણ ધામ, વાયુનગર, શિવ ટાઉનશિપ, તિરૂૂપતિ પાર્ક – 2 વગેરે નો સમાવેશ થાય છે.જેમાં આશરે 3737 મિલકતો નો સમાવેશ થાય છે.

