ગુજરાત

ગોંડલમાં બેકાબૂ ચાલકે એક્ટિવા અને લારીને અડફેટે ચડાવી કાર દીવાલમાં ઘુસાડી

Published

on

ગોંડલમાં બેકાબુ કાર ચાલકે હીટ એન્ડ રન સર્જી દેતા નાસભાગ મચી ગઇ હતી ગોંડલના જેલ ચોક વિસ્તારમાં એક કાર પુરપાટ ઝડપે આવ્યા બાદ ચાલકે એક એકટીવા અને બે લારીને હડફેટે લઇ કાર દીવાલમાં ઘુસાડી દીધી હતી. આ બનાવમાં એક મહિલા ઘાયલ થઇ હતી.


પ્રાપ્ત વિગત મુજબ મંગળવાર સવાર નાં પોણા આઠ નાં સુમારે શહેર નાં જેલચોક માં પુરપાટ ધસી આવેલાં જીજે 5 સીએલ 4891 નંબર નીબેકાબૂ અલ્ટો કાર ચાલકે રસ્તા પર બે લારીઓ સાથે મહીલા કોલેજ માં ફરજ બજાવતા એક્ટિવા ચાલક રશ્મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઇજા થવા પામી હતી.


રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ખટારા સ્ટેન્ડ પાસે આવેલી મહીલા કોલેજ તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રશ્મિબેન ને ઇજાગ્રસ્ત હાલત માં ગોંડલ સિવિલ હોસ્પિટલ માં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.હિટ એન્ડ રન ની ઘટનાને પગલે જેલચોક માં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.


જેલચોક વિસ્તાર ટ્રાફિક થી ધમધમતો હોય જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત.ઘટનાની જાણ થતા અ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પંહોચી નાશી છુટેલા કાર ચાલક ને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version