Site icon Gujarat Mirror

ચુનારાવાડમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવકને માર મારી છરીનો ઘા ઝીંકયો

શહેરના ચુનારાવાડ પાસે રહેતા પોલીસ ફરીયાદનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો કરાયાની ફરીયાદ પોલીસમા નોંધાઇ છે આ ઘટના અંગે નવા થોરાળા મેઇન રોડ પર રહેતા હરજીભાઇ ઉર્ફે નિર્મલ વિનુભાઇ ગોહેલ નામના 34 વર્ષના યુવાને પોતાની ફરીયાદમા સંજય દેવીપુજકનુ નામ આપતા તેની સામે કાર્યવાહી કરવામા આવી છે.વધુ વિગતો મુજબ હરજીભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે રીક્ષા ડ્રાઇવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇકાલે પોતે ચુનારાવાડમા ભાણજી બાપાના પુલની નજીક ટ્રેકટર ચોક પાસે રીક્ષામા બેઠો હતો ત્યારે સંજય દેવીપુજક ત્યા આવ્યો અને તેના મિત્રો વિરૂધ્ધ ફરીયાદી હરજીભાઇના બહેન સંગીતા એ એક વર્ષ પહેલા તોડફોડ અંગેની ફરીયાદ કરી હોય તે મામલે ખાર રાખી સંજયે અવાર નવાર હરજીને ગાળો આપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છરી વડે કપાળના ભાગે બે ઘા ઝીકી દીધા હતા. ત્યારબાદ ત્યાથી સંજય ભાગી ગયો હતો અને હરજીભાઇને ઇજાગ્રસ્ત હાલતમા તેમના બહેન સંગીતાએ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમા ખસેડયા હતા. આ મામલે એએસઆઇ ભાવેશ વાસ્વેલીયા તપાસ ચલાવી રહયા છે.

Exit mobile version