Site icon Gujarat Mirror

ચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકી

oplus_2097184

ચોટીલાનાં પોપટપરામા લગ્ન પ્રસંગ દરમ્યાન મશ્કરી કરવા મામલે કૌટુંબીક ભાઇઓ બાખડી પડયા હતા અને એક યુવાનને તેમનાં ભાઇઓએ માર મારી છરી ઝીકી દીધી હતી. જેથી તેમને સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પીટલમા લઇ જવાયો હતો. આ મામલે પોલીસે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે યુવાનનુ નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ ચોટીલાનાં પોપટપરામા રહેતા અનુરાગ દેહાભાઇ ચૌહાણ (ઉ. વ. ર1 ) નામનાં યુવકને ગઇકાલે તેમનાં કૌટુંબીક ભાઇ વીજય, વિશાલ અને અજાણ્યા શખ્સે છરી ઝીકી દેતા તેમને ઇજાગ્રસ્ત હાલતમા રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડયો હતો. અનુરાગે જણાવ્યુ હતુ કે તેમનાં મોટા બાપુની દીકરીનાં ગઇકાલે માંડવો હતો . આ સમયે આરોપીઓ મશ્કરી કરતા હતા તેમને મશ્કરી કરવાની ના પાડતા તેમણે હુમલો કર્યો હતો . જેમનાં લગ્ન હતા તે યુવતી આરોપીનાં માસીની દીકરી પણ થતી હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે અન્ય બનાવમા ચોટીલાનાં મફતીયાપરામા રહેતા પ્રવીણ પ્રતાપ ઝાલા (ઉ. વ. 40 ) એ દારુનાં નશામા ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવીલે ખસેડવામા આવ્યો હતો. જો કે એક ભાઇ એક બહેનમા મોટો છે અને પોતે કડીયા કામ કરી પરીવારને મદદરુપ થા છે.

Exit mobile version