Site icon Gujarat Mirror

આંબેડકરનગરમાં પતિએ શંકા કરી પત્નીને વાળ પકડી લમધારી નાખી

ઇજાગ્રસ્ત પરિણીતાને સારવારમાં ખસેડાઇ

શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકર નગરમાં પતિએ ખોટી શંકાઓ કરી પત્નીને વાળ પકડી લમધારી નાખ્તા ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ આંબેડકર નગર શેરી નં.1માં રહેતી જયશ્રીબેન સુરેશભાઇ (ઉ.વ.30)નામની પરિણીતા આજે બપોરે ઘરે હતી ત્યારે તેના પતિ સુરેશ હમીરે ખોટી શંકાઓ કરી વાળ પકડી ઢીકા પાટુની માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનુ અને અવાર નવાર ખોટી શંકાઓ કરી મારમારતો હોવાનુ જણાવ્યુ હતુ અગાઉ પણ પોલીસમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ કરેલ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version