તાજેતરમાં ઉદ્યોગપતિ અદાણીની જામનગરના માજી રાજવી સાથે ની ગુરુપૂર્ણિમા ના દિવસે થયેલી મુલાકાત બાદ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે અંગે પૂછાયેલા સવાલ જવાબ દરમિયાન માજી રાજવી શત્રુશલ્યસિંહજી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે.
સ્થાનિક અખબારી માધ્યમ અને ટીવી ચેનલમાં ઉદ્યોગપતિ અદાણી અને માજી રાજવી વચ્ચે ના વ્યાપારિક સંબંધ મામલે કઈ પ્રક્રિયાઓ ચાલી રહી છે…? જે અંગે ખરી હકીકત સંદર્ભે માજી રાજવી તરફથી પુછાયેલા સવાલ માં નગરના હિતમાં જરૂૂરી પ્રતિક્રિયા મળી છે.
જામસાહેબના પ્રત્યુતરમાં જણાવાયા અનુસાર ઉદ્યોગપતિ અદાણી સાથે હું ધંધો કરું એ તો કીડી અને હાથી ભેગા થઇને કામ કરે તેના જેવું થાય એટલે સાથે ધંધો કરવાનો કોઇ સવાલ છે નહીં, અને સવાલ હોઇ પણ ન શકે, આમ પણ હું કોઇ ધંધાર્થી વ્યક્તિ છું જ નહીં.
ખરી હકીકત તો એ છે કે ઉદ્યોગપતિ અદાણી ને મેં વિનંતી કરી છે કે હું એમને મારી જેટલી અગત્યની સ્થાવર મિલકત છે, જેને ડેવલપ કરવા આપું તો અદાણી જામનગરને ફરી પાછું પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે, એમણે મારી આ કલ્પનાને પ્રેમથી સ્વીકારેલી છે, એટલે મેં મારી અગત્યની સ્થાવર મિલકતો એમને ડેવલપ કરવા સોંપી દીધી છે. મેં આ મિકલતોને વેંચી નથી અને ન્યૂનતમ રકમથી ડેવલપ કરવા કાયદેસર રીતે એમને હક્ક આપેલ છે.
હવે પછી જામનગરને અદાણી એમના વિચારોથી અને ત્રેવડથી આગળ વધારીને મારા સ્વપ્ન મુજબનું સુંદર બનાવશે, જેના માટે મેં મારી ડેવલપ થવા લાયક સ્થાવર મિલકતો એમને સોંપેલ છે. હવે હું તેવી અપેક્ષા રાખું છું કે હું મારી અગત્યની સ્થાવર મિલ્કતોનો ભોગ આપું અને અદાણી તેની કલ્પનાથી તેની ત્રેવડ વાપરી અને જામનગરને ખૂબ આગળ વધારશે અને સુંદર પણ બનાવશે.

