Site icon Gujarat Mirror

હુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરમાં હુડકો કવાર્ટરમાં રહેતાં વૃધ્ધે દોઢ વર્ષ પહેલા બિમારી સબબ મોતને ભેટેલા પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, હુડકો કવાર્ટરમાં રહેતાં યશવંતભાઈ જેન્તીભાઈ ભીમજીયાણી નામના 36 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે ચુંદડી વળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ ત્રણ ભાઈમાં મોટા હતાં અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. યશવંતભાઈ ભીમજીયાણીના પત્નિ ઈલાબેન દોઢ વર્ષ પહેલા બિમારી સબબ મોત નિપજ્યું હતું. પત્નીના મોતના વિરહમાં આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં વિનાયકમાં રહેતી કિંજલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ નામની 24 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક કિંજલબેનને સંતાનમાં એક પુત્રી છે. પતિ રીક્ષાના ફેરા કરવા ગયા બાદ કિંજલબેને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. સાસુ કામ પરથી ઘરે આવતાં પુત્રી રડતી હતી. જેથી સાસુએ તપાસ કરતાં કિંજલબેનનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version