Site icon Gujarat Mirror

રાત્રે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

મેટોડા જીઆઇડીસીનો બનાવ : પાડોશી જોવા જતા યુવાન લટકતો મળી આવ્યો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરપ્રાંતિય દંપતિ વચ્ચે રાત્રે ઝઘડો થતાં પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પાડોશી જોવા આવતા યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ પરિવાર સાથે મેટોડા જીઆઇડીસીમાં અજંલી પાર્ક શેરી નં.4માં રૂમ રાખી રહેતો સુનીલ નંદલાલ રાજભર (ઉ.વ.32)નામના યુવાને પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાજુની ઓરડીમાં રહેતો રામ લોચન જોવા જતા સુનીલ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક કારખાનામાં કામ કરતો હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણાવા મળ્યુ છે. રાત્રીના સમયે પત્ની મીરા સાથે કોઇ બાબતે ઝઘડો થતાં સુનીલે આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યુ છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Exit mobile version