શાપરમાં રહેતાં યુવકને વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેથી યુવકને લાગી આવતાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં રહેતાં કુંદન પ્રકાશભાઈ માજી નામના 23 વર્ષના યુવાને બે દિવસ પહેલા એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક કુંદન બિમારનો વતની હતો અને બે ભાઈ બે બહેનમાં વચેટ હતો. કુંદનના એક માસ પહેલા જ લગ્ન થયા હતાં અને છેલ્લા 20 દિવસથી બનેવી મુકેશ સાથે કામ કરવા માટે શાપર આવ્યો હતો. પત્ની સાથે ફોનમાં ઝઘડો થતાં આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં બાબરાના કરીયાણા ગામે રહેતી કિંજલબેન સંદીપભાઈ ઘેડા નામની 23 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા આઠ મહિલા પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
