Site icon Gujarat Mirror

નવાગામ (આણંદપર)માં પરિણીતાને પાણી ઢોળવા મામલે પતિ, દિયર-દેરાણીએ ફટકારી

નવાગામ આણંદ પરમાં રહેતા બિંદુબેન નારણભાઇ બટુકભાઇ સોલંકી(ઉ.વ.40) એ પોતાની ફરિયાદમાં દિયર ભાવેશ બટુકભાઈ,દેરાણી હીનાબેન અને પતિ નારણભાઈ બટુકભાઈનું નામ આપતા તેમની સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બિંદુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.01/09ના રોજ સવારના અમારા ઘરનાફળીયામાં કપડા ધોતી હતી અને મારા પતિ નારણભાઈ ઉપરના માળે હતા.ત્યારે મારા દિયર ભાવેશભાઈ તેના રૂૂમમાંથી બહાર આવેલ અને મને કહેલ કે તમે અહી કેમ પાણી ઢોળો છો તેમ કહીને મારી સાથે બોલાચાલી ઝધડો કરવા લાગેલ હતા.જેથી બાદમાં હુ કપડા ધોઇને ઉપર જતી રહેલ પરંતુ દિયર ભાવેશભાઇ અને દેરાણી હિનાબેન બન્ને નીચેથી રાડો પાડીને બોલતા હતા જેથી તેઓને સમજાવવા માટે હું નીચે ફળીયામાં ગયો હતો.

ત્યારે દિયર ભાવેશભાઇ લોખંડનો પાઇપ અને મારી દેરાણી હિનાબેન લાકડાનો ધોકો લઈને તેના રૂૂમમાંથી બહાર આવી બન્ને પોતાના હાથમાં રહેલ ધોકા પાઇપ વડે મને શરીરે માર મારવા લાગેલ હતા.બાદમાં પતિ ઉપરથી નીચે ફળીયામાં આવેલ અને મને પીઠના ભાગે હાથ વડે મને બે ઢીક્કા મારી મૂંઢ ઇજા પહોચાડી ઉપરના માળે રૂૂમમાં જવાનુ કહેતા હુ રૂૂમમાં જતી રહેલ જ્યાં મે ગોંડલ ખાતે રહેતા મારા પરિવારને જાણ કરતા તેઓ મારા ઘરે મને તથા મારા પતિ અને દિયર દેરાણીને સમજાવવા માટે આવેલ હતા.

બાદમા જયાં અમો બધા સમાધાનની વાતચીત કરતા હતા.ત્યાં હાજર સભ્યોમાંથી મારા નણંદ પ્રભાબેનનો દિકરો ગોવિંદ એકદમ ઉશ્કેરાઇ ગયો અને ત્યાં પાસે રહેલ ગેસની નળી વડે મારાભાઈ જયેશભાઇને કમરના ભાગે મારી દીધું હતું.જેથી અમે બધા સમાધાન કરવાનુ પડતુ મૂકીને ત્યાંથી મારા હાથની સારવાર કરાવવા સિવિલ હોસ્પિટલ જતા રહ્યા હતા.આ ઘટના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version