રૈયા ગામમાં આવેલ સમાધીસ્થાનનો ઘરની પેઢી જેમ વહીવટ, ટ્રસ્ટી મંડળ રદ કરવા મ્યુ. કમિ., મેયરને આવેદન પાઠવતો સમસ્ત સાધુ અને રાવળદેવ સમાજ
સમસ્ત સાધુ સમાજ તથા રાવળ દેવ સમાજ દ્વારા રાજકોટમા રૈયા ગામમા શ્રી દસનામ ગોસ્વામી અતીત સાધુ સમાજ સમાધી સ્થાન ટ્રસ્ટ રૈયાને આ સમાધી સ્થાન આપેલ હોય તે રદ કરવા બાબત રાજકોટ મ્યુનિસપિલ કમીશનરને આવેદન આપવામા આવ્યું છે. આ આવેદનમા જણાવ્યુ છે કે રૈયાગામ સમાધી સ્થાન અંદર અમારા સાધુ સમાજ અને રાવળ દેવ સમાજની વર્ષોથી સમાધી આપવામાં આવે છે. હાલ આ સમાધી સ્થાનના ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા તા.04/04/2025 તથા તા. 05/04/2025 ના રોજ અમારા આ પવિત્ર સમાધી સ્થાન અંદર પોતાના 2 (બે) કુતરાની સ્માધી આપવામાં આવેલ છે.
જે અમો સાધુ હોય અને અમારા સમાજની અંદર સમાધીનું ખુબજ પવિત્ર મહત્વ હોય ત્યાં આવા કુતરાની સમાધી આપવાનો અધિકાર હોતો નથી. જેથી આ ટ્રસ્ટને સોપેલ સમાધી સ્થાનનો ઠરાવ રદ કરવામા આવે. તથા રૈયા ગામ ખાતે આવેલ રે.સ. નં.318 પૈકીની જમીન શ્રી દશનામ ગોસ્વામી અતીત સાધુ સમાજને સમાધી સ્થાન માટે ફાળવેલ હોય પરંતુ જે ટ્રસ્ટ છે. તે ટ્રસ્ટ જોવામાં આવે તો આ ટ્રસ્ટમાં કુલ-8 ટ્રસ્ટીઓ છે. જેમાં દિપકભાઈ કે. ગોસ્વામી તથા રાજનભાઈ કે. ગોસ્વામી તે બંને સગા ભાઈઓ છે અને તેમના ભત્રીજા વિવેક અને આરવ ગોસ્વામી અને આ ટ્રસ્ટમાં તેમના ભાણેજો ટુંકમાં અંગત કુટુંબીજનો આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે આ જોતા આ ટ્રસ્ટમાં કુટુંબ પુરંતુ ટ્રસ્ટ સીમીત હોય તે આ ટ્રસ્ટને રૈયાની સમાધી સ્થાનની જગ્યા સોંપેલ હોય તે તાત્કાલીક રદ કરો. આ સમાધી સ્થાનમાં ટ્રસ્ટીઓ પોતાની ઘરની માલીકીનું હોય તે રીતે વ્યવહાર કરે છે.
આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિકાસને બદલે વિનાશ કરે છે અને સમાધી આપવા આવતા લોકોને મનફાવે તેવો વ્યવહાર કરે છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પોતાના મનમાની ચલાવે છે. કોઈપણ સાધુ સમાજની વ્યકિતને સમાઘી દેવા માટે આવે અને સાંજના 7 પછી થોડુ મોડુ થયેલ હોય તો સમાધી દેવાની આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ના પાડે છે. અને કોર્પોરેશને આ ટ્રસ્ટને જે શરતોએ અને નિયમોએ જમીન ફાળવેલ છે. તે નિયમોનું પાલન કરતા નથી. અને કોર્પોરેશને સમાધી સ્થળ ઉપર મીઠુનો જથ્થો રાખવાની શરત મુકેલ હોવા છતા તેવી કોઈ સુવિધા નથી, તેમજ સમાધી સ્થળમાં સીકયુરીટી ગાર્ડની શરત હોવા છતા કોઈ સીક્યુરીટી માણસ રાખેલ નથી કે સફાઈ કામદાર રાખેલ નથી. તેમજ આ ટ્રસ્ટનો જે કાંઈ આવક જાવકનો હિસાબ યોગ્ય રીતે મેઈન્ટેન થવો જોઈએ તે રીતે રાખતા નથી અને પોતાને ઠીક લાગે તે રીતે વહીવટ ચલાવે છે. અને પોતાના સગા વ્હાલાઓ હોય તેઓને યોગ્ય જગ્યાએ સમાધી આપવાનું ફાળવવામાં આવે છે અને અન્ય લોકો સમાધી દેવા આવેલ હોય તો તેઓને છેવાડાની જગ્યા હોય ત્યાં સમાધી આપવાનું જણાવે છે આમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભેદભાવ ભરી નીતી રાખી સંચાલન કરે છે.
અને ટ્રસ્ટીઓ પોતા કુટુંબની સમાધીઓ હૈયાતીમાં રીઝર્વ રાખવામાં આવે છે. ક્રમશ: કોઈને સમાધી દેવામાં આવતી નથી. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને દરેક સાધુ સમાજના વ્યકિતઓને સમાધી આપવા માટે જમીન ફાળવેલ છે તેમ છતા તેઓ માત્રને માત્ર અતીત સમાજના જ લોકોને સમાથી આપવાનું જણાવે છે અને અન્ય લોકોને સમાથી આપવા માટે આનાકાની કરે છે ટુંકમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને સાધુ સમાજ તેમજ રાવળ સમાજ વિગેરેને સમાધી આપવા માટે જગ્યા ફાળવેલ હોવા છતા મનસ્વી રીતે ટ્રસ્ટીઓ વર્તન કરી ટ્રસ્ટનું સંચાલન કરતા હોય તેથી અમોએ તેઓને બધા સમાજના લોકોને એટલે કે વૈશ્નવ સાધુ સમાજ તેમજ અતીત સમાજ તેમજ રાવળ સમાજ બધાને સમાધી આપવા દેવામાં આવે તેવી વિનંતી કરતા તેઓ યોગ્ય રીતે જવાબ આપતા નથી અને તોછડી ભાષામાં જવાબ આપતા હોય . અમારા અતીત સમાજના તેમજ વૈશ્નવ સાધુ સમાજના નિવૃત લોકો દરરોજ નિયમીત સમાધી સ્થળે આવી સમાધી સ્થળોની સફાઈ કરતા તેમજ વૃક્ષોને જાળ વણી કરતા લોકોને પણ તેઓએ સમાધી સ્થળમાં આવવું નહી તેવું જણાવી તેઓને આવતા અટકાવેલ છે. તેની પાછળનું કારણ તેઓ પોતે મનમાની રીતે વહીવટ કરી શકે અને સમાધી સ્થળનો એક હથો કબજો જમાવી શકે તેવો તેનો આશય છે. તેવી માંગણી કરાઇ છે .

