નાના વેપારીઓ-દલાલોને માત્ર 15000 રૂપિયામાં ઓફિસો અપાશે, 23 જાન્યુઆરી 2026ને મહા સુદ પાંચમના દિવસથી ઓફિસો ધમધમતી કરી દેવા હર્ષ સંઘવીની હાકલ
વિશ્ર્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરતના ડાયમંડ બુર્સમાં ઓફિસો ખરીદવા હીરાના વેપારીઓ તૈયાર નહીં થતા હવે ખુદ સરકાર મેદાનમાં ઉતરી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હિરાના ધંધાર્થીઓ તથા આંગડીયા પેઢીઓને અન્ય વિસ્તારોમાંથી ઓફિસો સંકેલી ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી દેવા શાનમાં સમજાવવા બેઠકો યોજી રહ્યા છે.
હિરા ઉદ્યોગ માટે આધુનિક સુવિધા અને સલામતી સાથે અબજો રૂપીયાના ખર્ચે સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે. પરંતુ મોટાભાગના વેપારીઓએ ડાયમંડ બુર્સથી મોઢુ ફેરવી લીધુ છે અને માંડ 100 જેટલી ઓફીસો જ કાર્યરત થતા આ આખો પ્રોજેકટ ધોળા હાથી જેવો સાબીત થઇ રહ્યો છે ત્યારે હવે આ પ્રોજેકટને બચાવવા ખુદ ગૃહમંત્રી પોતે મેદાનમાં આવ્યા છે.
સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત ન થયેલી ઓફિસોને ફરી ધમધમતી કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને લાલ દરવાજા સ્થિત મોઢ વણિકની વાડી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિધરપુરા હીરા બજારના વેપારીઓ, રાજ્યસભાના સાંસદ અને અન્ય કમિટીના સભ્યો સહિત વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગ બાદ ગૃહમંત્રીએ જાહેરાત કરી કે, હીરા વેપારીઓને સુરત ડાયમંડ બુર્સમાં માત્ર ₹15,000 માં ઓફિસ મળશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવાનો છે. જાન્યુઆરી 23 2026,મહા સુદ પાંચમના રોજ મોટા પાયે હીરા વેપારીઓ મહિધરપુરાની ઓફિસો બંધ કરીને ડાયમંડ બુર્સમાં સ્થળાંતર કરશે, જેનાથી નાના વેપારીઓ અને દલાલોને એક જ કોમ્પ્લેક્સમાં કામ કરવાનો સૌથી વધુ લાભ મળશે અને હીરા બજાર વિશ્વભરના વેપારીઓ માટે એક પ્રેરણારૂૂપ કેન્દ્ર બનશે.
આ બેઠકમાં મહિધરપુરા હીરા બજારના મોટી સંખ્યામાં વેપારીઓ, રાજ્યસભાના સાંસદ, અન્ય કમિટીના સભ્યો અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ આગામી દિવસોમાં હીરા બુર્સની ઓફિસો કઈ રીતે વહેલી તકે શરૂૂ થાય તે દિશામાં પ્રયાસ કરવાનો હતો. આ બેઠક સુરત ડાયમંડ બુર્સના ભાવિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.
મીટિંગ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, હીરા વેપારીઓને સુરત ડાયમંડ બુર્સમાં માત્ર ₹15,000 માં ઓફિસ મળશે. આ નિર્ણય નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે એક મોટી રાહત સમાન છે, જેઓ ખર્ચના કારણે ડાયમંડ બુર્સમાં ઓફિસ લેવાનું ટાળી રહ્યા હતા.
સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા માટેની મોકાણ અને પળોજણ પૂર્ણ થઈ થઈ રહી નથી. ડાયમંડ બૂર્સમાં હિરાના વેપારીઓ પોતાની ઓફિસ શરુ કરે તે માટેના અત્યાર સુધી પ્રશાસનનાં પ્રયાસો અવળે ગયા છે ત્યારે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી નવેસરથી બૂર્સને ધમધમતું કરવા માટે મેદાનમાં આવ્યા છે.
આ નવા આયોજનથી સૌથી વધુ ફાયદો નાના વેપારીઓ અને દલાલોને થશે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, એક જ કોમ્પ્લેક્સમાં માલ લેનાર અને માલ આપનાર બંને એક સાથે આવી શકશે.
આનાથી સમયનો બચાવ થશે, પારદર્શિતા વધશે અને વેપાર કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો થશે. એક જ માર્કેટમાં આવવાથી નાના વેપારીઓ સહિત દલાલોને સૌથી વધુ લાભ થશે, કારણ કે તેમને નવા ગ્રાહકો શોધવા અને વ્યવહારો પૂર્ણ કરવામાં સરળતા રહેશે.
જૈન વેપારીઓને ડાયમંડ બુર્સમાં શિફટ થવા મનાવી લીધા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને બૂર્સને ફરીથી કાર્યાન્વિંત કરવા માટે હિરાના વેપારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. પહેલીવાર માત્ર જૈન વેપારીઓની મીટિંગ મળી હતી. સુરતના મીની હિરા બજાર તરીકે ઓળખાતા મહિધરપુરાના તમામ વેપારીઓએ 21 જાન્યુઆરી 2026 સુધી બૂર્સમાં શિફ્ટ કરવાનો ગૃહ રાજ્યમંત્રીને કોલ આપ્યો હતો. બંધ પડેલા બુર્સમાં મહિધરપુરાના વેપારીઓ ફર્નિચરનું કામ એકસાથે ચાલુ કરશે.
આ ઉપરાંત આજે જૈન-સૌરાષ્ટ્રીયન વેપારીઓની સંયુક્ત મીટિંગ યોજાવામાં આવી હતી. સુરત ડાયમંડ બૂર્સનું ઉદ્દઘાટન થયું તેના 19 મહિના થઈ ગયા છે, તેમ છતાં હજી માંડ 100 જેટલી જ ઓફિસો કાર્યરત થઈ છે. હીરા ઉદ્યોગમાં મંદી સહિતના અનેક કારણો લઈને ડાયમંડ બૂર્સ કમિટિ દ્વારા અથાક પ્રયાસો કરવામા આવી રહ્યા છે તેમ છતાં હીરા વેપારીઓ દ્વારા બુર્સમાં ઓફિસ શરૂૂ કરવામાં આવી રહી નથી.
ડાયમંડ બુર્સને ધમધમતું કરવાનું આયોજન: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતમાં ડાયમંડને લઈને આજે ખૂબ જ મહત્ત્વની બેઠક કરવામાં આવી. આ બેઠકમાં સૌ સાથે મળીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી જાન્યુઆરી 23 ના રોજ મોટા પાયે હીરા વેપારીઓ મહિધરપુરાની પોતાની વર્તમાન ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં નવી ઓફિસો શરૂૂ કરશે. ગૃહમંત્રીએ ડાયમંડ બુર્સને એક પ્રેરણારૂૂપ પ્રોજેક્ટ ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ હજારો વેપારીઓ માટે બનાવવામાં આવ્યું છે. હીરા બજાર દુનિયાભરના વેપારીઓ માટે એક પ્રેરણારૂૂપ બનશે, જ્યાં બોલી, જબાનની કિંમત રહેશે. આ પ્રયાસનો ઉદ્દેશ્ય હીરાની વધુ ચમક દુનિયાભરમાં ફેલાવવાનો છે.

