Site icon Gujarat Mirror

હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા સોમવારે 108 કુંડી સમરસતા મહાયજ્ઞનું ભવ્ય આયોજન

હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સમગ્ર ભારતની જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ સેવાકાર્યો સાથે જોડાયેલ છે તેઓને એકત્રીત કરીને એક મંચ પુરુ પાડે છે.


સમગ્ર ભારતમાં જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ સેવા સાથે જોડાયેલ છે, આવી સંસ્થાઓને નોંધણી કરીને દર વષે જુદા જુદા રાજયોમાં ફેર (મેળા)નુ આયોજન કરે છે, આવો જ ફેર (મેળો) આ વર્ષે 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી દરમ્યાન ગુજરાત યુનિવસીટી મેદાન અમદાવાદ ખાતે યોજાનાર હોય, આ મેળામાં ગુજરાત રાજયની અનેક ધાર્મિક સંસ્થાઓ જોડાશે.


આ મેળાની મુલાકાતે સમગ્ર રાજય તેમજ દેશમાંથી પચ્ચીસ લાખથી વધારે લોકો આવશે તેવી અપેક્ષા છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા પ્રિ-ફેર નિમિતે રજી ડિસેમ્બર સોમવારે બપોરે 3:00 વાગ્યાથી રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે 108 કુંડી સમરસતા મહાયજ્ઞનો પ્રારંભ થશે.


સામાજીક સમરસતા મહાયજ્ઞમાં તમામ જાતી, પ્રાંત, ભાષાના લોકો જોડાઈને સમરસતા સાથે રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરશે. આ સરસરતા મહાયજ્ઞના માર્ગદર્શક તેમજ પેરક (ડો.) સ્વામિ પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ અધ્યક્ષ મઠાધીશ પતિ બહમદેવજી મહારાજ ઉપસ્થિત રહેશે, ત્યારે રામદેવજી મહારાજના શિષ્ય તેમજ યોગાચાર્યે સ્વામિ યજ્ઞદેવજી મહારાજ હરીદ્વારથી ખાસ હાજર રહેશે. આ તકે અનેક સાધુ, સંતો મહંતોનું સાન્ધિય અને આશિવોદ પાપ્ત થશે. મહાયજ્ઞ પુણોહુતિ પછી ખીમજીભાઈ ભરવાડ અને તેની સાથેની ટીમ ડાયરાનો આનંદ કરાવશે.


આ યજ્ઞ આચાર્યે રામદેવજી મહારાજ (ટંકારા) આર્યસમાજ રાજકોટ, આર્વેસમાજ ટંકારના તેમજ વૈદીક મહાસભા રાજકોટ દ્રારા કરાવવામાં આવશે. 2ાજકોટ મહાનગર ધર્મજાગરણ વિભાગ દ્વારા “વિશ્વગુરૂૂ ભારત અને સાધુસંતોનું દાયત્વ વિષયને ધ્યાનમાં રાખીને સંત ગોષ્ઠિનું આયોજન પણ કરવામાં આવેલ છે.


સેવા વિભાગ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ, ડો. હેડગેવાર સેવા સમિતિ દ્વારા ચલાવવામાં આવતા સ્વાવલંબન કેન્દ્ર, પયોવરણ વિભાગ દ્રારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, જળક્રાંતિ અને ગીરગંગા પણ સાથે જોડાશે. આ મહાયજ્ઞના મુખ્ય સહયોગી સદભાવના વૃધ્ધાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગણેશ મંડપ સર્વીસ, પાયલ ડેકોરેશન, આળસમાજ ટંકારા, રાજકોટ નાગરિક સહકારી બેંક, બાલાજી સિમેન્ટ પ્રોડકટ, બી.જી.ગરૈયા હોમિયોપેથી અને આયુવેદીક કોલેજ કાળીપાટ, ગુરૂૂછાયા સ્ટીલ છે. નરેન્દ્રભાઈ દવે, ગોવિંદભાઈ પટેલ, હંસરાજભાઈ ગજેરા, નવીનભાઈ શેઠ, રાજુભાઈ માંડલીયા માર્ગદર્શન આપી રહયા છે.


આ આયોજનને સફળ બનાવવા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ વિભાગના સંયોજક કૌશિકભાઈ ટાંક, અશ્વિનભાઈ જીવાણી, રીતેશભાઈ પરસાણા, જીજ્ઞેશભાઈ રામાવત, ભરતભાઈ કંસારા, માલાબેન લોઢીયા, આશાબેન ભટ્ટી સાથે અનેક કાયેકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે.

Exit mobile version