કંપનીમાં હિન્દુ કર્મચારીઓને તિલક અને કલાવા પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શન
ટીસીએસમાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદના ષડ્યંત્રનો પર્દાફાશ થયા બાદ લેન્સકાર્ટ વિવાદે જોર પકડ્યું છે કંપનીમાં હિંદુ કર્મચારીઓને તિલક અને કલાવા પર પ્રતિબંધ જયારે અન્ય ધર્મ માટે ઉદારતા દાખવવામાં આવી છે જેનાથી હિંદુ સમાજ અને સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે અને મોરબી ખાતે કંપનીના શોરૂૂમમાં હિંદુ સંગઠનોએ સ્વસ્તિક અને પાંચ ચાંદલા સાથે પ્રવેશ કર્યો હતો અને કર્મચારી તેમજ ગ્રાહકોને તિલક કરવામાં આવ્યા હતા અને જયશ્રી રામ નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી પ્રખંડ દ્વારા હાલમાં જે લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલની કંપની દ્વારા જે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં તેમનાં શો-રૂૂમ ઉપર હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી તેમજ હાથમાં કલાવા નો બાંધવા અને સ્ત્રીઓને બિન્દી ન લગાડવી તેમજ મુસ્લિમ કર્મચારી હિજાબ પહેરી શકે તો આવા હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા વલણને ભારતનો હિન્દુ સમાજ કોઈ પણ પ્રકારે સાંખી નહીં લે તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ મોરબી દ્વારા લેન્સકાર્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો

