Site icon Gujarat Mirror

AI જનરેટેડ ડીપ ફેક ક્ધટેન્ટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

ફેક વીડિયો અને ફોટા હવે ફરિયાદ મળ્યાના ત્રણ કલાકમાં દૂર કરાશે

રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને આ મામલે તાત્કાલિક પગલાં લેવા સૂચન

 

AI જનરેટેડ ડીપ ફેક વીડિયો અને ફોટાના દુરુપયોગ રોકવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીની સુનાવણી હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સરકારને એવો સવાલ કર્યો હતો કે સૂચના આપવા છતાંય AI અને ડીપ ફેક ક્ધટેન્ટ ન હટાવનાર સામે પગલાં લેવાની શું જોગવાઇ છે? બીજી તરફ હાઇકોર્ટના અગાઉના આદેશ મુજબ રાજ્ય સરકારે કેટલાક સૂચનો રજૂ કર્યા
દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) માટેની દુનિયાની સૌથી મોટી સમિટ ભારતમાં યોજાઇ છે. ત્યારે બીજી તરફ AI જનરેટેડ ફેક વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ કરનારા તત્વોને કાનૂની સકંજામાં લેવા માટે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે.

એડવોકેટ વિકાસ નાયરે અરજદાર તરીકે રિટ કરી છે અને એડવોકેટ અમિત પંચાલે તેમના વતી રજૂઆતો કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે બંધારણીય ઓથોરિટી અને અધિકારીઓને ટાર્ગેટ કરતાં ડીપ ફેક વીડિયોનો ટ્રેન્ડ ખતરનાક રીતે વધી રહ્યો છે. નકલી અઈં-જનરેટ વીડિયો અને ફોટોગ્રાફ્સ બનાવવા અને પ્રસારિત કરવા પણ રિટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલે કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમણે એક પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પ્રોવાઇડર જોડાયેલા છે. તેમને વાંધાજનક AI જનરેટેડ ક્ધટેન્ટ ઉતારવા માટે કહેવામાં આવે છે. ત્યારે હાઇકોર્ટે ટકોર કરી હતી કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા આવા વીડિયો કોઈ ઓથેન્ટિકેશન વગર મૂકી શકે નહીં. જો ઓથેન્ટિકેશનની વ્યવસ્થા ના હોય તો ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર આવતી ફરિયાદો ધ્યાને લેવી જોઈએ.

રાજ્ય સરકારે કહ્યું હતું કે જાન્યુઆરી 2026 માં ઓનલાઇન પ્લેટફોર્મ પ્રોવાઇડરને 107 ક્ધટેન્ટ દૂર કરવા કહ્યું હતું તેમ છતાંય તે હજુ પણ પ્લેટફોર્મ ઉપર છે. વિદેશોમાંથી પણ ફરિયાદના ફોન આવે છે. લોકોની ઇમેજ ખરાબ થઈ રહી છે. ડીપ ફેક વીડિયોની ઓળખ અલગથી તારવવી પણ મુશ્કેલ છે. કેન્દ્રના ગૃહ વિભાગના જણાવ્યા મુજબ આ સંદર્ભના નિયમો ચાલુ વર્ષે જ બન્યા છે. જેમાં ફેક વીડિયો ઉતારવા પ્લેટફોર્મને સૂચનાઓ આપવામાં આવે છે.

હાઇકોર્ટે ટકોર કરતાં પૂછ્યું હતું કે જો ઓનલાઇન પ્લેટફોર્મ પ્રોવાઇડર્સ સૂચનાનો અમલ ના કરે તો શું કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નિર્દેશ આપ્યાના ત્રણ કલાકમાં ક્ધટેન્ટ દૂર કરવું પડે. પહેલા આ સમય 36 કલાકનો હતો. કોર્ટે ફરી ટકોર કરી હતી કે જો તેઓ ક્ધટેન્ટ ના હટાવે તો શું. સરકારી વકીલે કહ્યું હતું કે AI એક્ટ 66C, 66D અને 66E અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેથી હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ જોગવાઇઓ બોગસ, બનાવટી કે ખોટું ક્ધટેન્ટ અપલોડ કરવા સામેની છે, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ્સ માટે શું. તંત્ર શું કાર્યવાહી કરી શકે, તમે પ્લેટફોર્મ્સને નિર્દેશ આપો પરંતુ તેઓ ન માને તો શું?.

હાઇકોર્ટે એવું પણ પૂછ્યું હતું કે સૂચના આપ્યા બાદ ત્રણ કલાકનો સમય ક્ધટેન્ટ ઉતારવા માટે વધુ કહેવાય. તરત થતું નુકસાન કઇ રીતે અટકાવી શકાય. તમે જાતે પ્લેટફોર્મ ઉપરથી ક્ધટેન્ટ હટાવી શકો કે નહીં. તાકીદના પગલાં માટેની જોગવાઇઓ શું છે ?

Exit mobile version