Site icon Gujarat Mirror

જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર હિચકારો હુમલો

જામનગરમાં સુમરા ચાલી નજીક ક્રિષ્ના સોસાયટીમાં રહેતા હાલારી ભાનુશાળી યુવાન પર જૂની અદાવત નું મન દુ:ખ રાખીને હિંચકારો હુમલો કરાયો છે, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના સુમરા ચાલી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા વિવેક ભરતભાઈ નંદા નામના હાલારી ભાનુશાળી યુવાન પર ગઈ રાત્રે જૂની અદાવતનો ખાર રાખીને ઈરાદા પૂર્વક મંડળી રચી હિંચકારો હુમલો કરાયો છે. જે હુમલામાં ઘવાયેલો યુવાન બેશુદ્ધ થઈ ઢળી પડતાં બેભાન હાલતમાં જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાયો છે.

આ બનાવની પોલીસને જાણ થવાથી ગઈકાલે મોડી રાત્રે સિટી એ. ડિવિઝન ની પોલીસ ટીમેં બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

Exit mobile version