Site icon Gujarat Mirror

હેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!

પોલીસ ઇન્સ્પેકટરે પણ ચૂપચાપ ડૂબકી લગાવી લેતા વિવાદ, સાધુ-સંતો-ભાવિકોમાાં રોષ: તંત્ર સામે ઉઠયા સવાલ

જૂનાગઢમાં ગત રાત્રે મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર કીર્તિ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વરીયાએ ભગવા કપડા પહેરી ડૂબકી લગાવતા ભારે વિવાદ સર્જાયો છે અને સાધુ-સંતોમાં પણ ભારે નારાજગી ફેલાઇ છે. આ ઘટનાથી વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠયા છે.

જાણવા મળ્યા મુજબ મધરાત્રે સાધુ-સંતોએ મૃગીકુંડમાં પવિત્ર સ્નાન કર્યુ ત્યારે વિવાદી કીર્તિ પટેલ પણ ભગવા કપડા પહેરીને કુદાવ્યુ હતુ અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા તો પી.આઇ.વરીયાએ પણ ભગવા વસ્ત્રો પહેરી ચુપચાપ ડૂબકી લગાવી લીધી હતી.

મળતી માહિતી મુજબ ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે.

મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે રવેડી સમયે જ ભગવા કપડા સાથે કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હતી. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુઓનું શાહી સ્નાન શરૂૂ થતા ત્યાં પણ પહોંચી જતા વિવાદ સર્જાયો છે. સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલ ડૂબકી લગાવતી જોવા મળી હતી. જેના પર તંત્રનું ધ્યાન પડતા જ તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી.

મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે, રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારે દુ:ખની વાત એ છે કે, સાધુના કપડા પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે દુ:ખ થાય છે. કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન બાબતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરીશું. જો કોઈ ગેરકાયદે કૃત્ય અથવા તો ધાર્મિક લાગણી દુભાઈ હશે તો જરુર કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version