Site icon Gujarat Mirror

ગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોત

 

પંચમહાલના ગોધરામાં આજે વહેલી સવારે એક એક અત્યંત કરુણ ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં છે. આ ઘટના ગોધરાના બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-2 વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું. જેના કારણે આગમાંથી નીકળેલો ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને આખા ઘરમાં ભરાઈ ગયો.સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ ગૂંગળાઈને મોત થયાં.

સવારે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં થતાં ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ સુધીમાં ઘણું મોડું થાય ગયું હતું. તમામ સભ્યના મૃતદેહ જ બહાર કાઢી શકાયા.

આ ઘટનામાં 50 વર્ષીય કમલભાઈ દોષી, 45 વર્ષીય દેવલબેન દોષી, 24 વર્ષીય કમલ દોષી અને 22 વર્ષીય રાજ દોષીનું કરુણ મોત થયું છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ છે.

આ ઘટનાની સૌથી દુઃખદ વાત એ છે કે આજે જ મૃતક પુત્ર દેવ કમલ દોષીની સગાઈ હતી અને તેની સગાઇ માટે આ પરિવારને વાપી જવાનું હતું. પરંતુ સગાઈના પ્રસંગ પહેલા જ આખા પરિવારે નું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખેસડ્યા છે. જોકે, હજુ સુધી મકાનમાં આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

 

 

 

 

 

 

Exit mobile version