Site icon Gujarat Mirror

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: પૂજારા પ્લોટ અને કુંભારવાડાના બે આધેડના હાર્ટ ફેલ

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પૂજારા પ્લોટ અને ેકુંભારવાડામાં બે આધેડના મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પૂજાર પ્લોટમાં રહેતા ચંદ્રકાંતભાઇ વિનોદભાઇ ટાંક (ઉ.વ.58) અને કુંભારવાડા મેઇન રોડ પર રહેતા અરવિંદભાઇ રામજીભાઇ ટાંક (ઉ.વ.56) પોત પોતાના ઘરે હતા
ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કાગરત નીવડે તે પૂર્વ જ તેમનુ મોત નીપજ્યુ હતું.

આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા-જુદા પાંચ સ્થળે પાંચ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભગવતીપરામાં હરેશ જેન્તીભાઇ બોસીયા (ઉ.વ.37) એ બિલચીંગ, મોચીબજારમાં રુબીનાબેન ઇમરાનભાઇ ભાડુલા (ઉ.વ.45)ફિનાઇલ, ઇશ્ર્વરિયામાં રાહુલ કલ્પેશભાઇ ધામેલીયા (ઉ.વ.25)ઝેરી દવા, શાપરમાં રેસમાબેન અકબરભાઇ બાબવાણી (ઉ.વ.35)એ એસીડ અને કુભાંરવાડામાં રહેતી સોનીયાબેન રામશીભાઇ રાઠોડ (ઉ.વ.42) દુધસાગર રોડ હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં માતાના ઘરે માનસીક બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી.

 

Exit mobile version