હૃદય રોગનો હુમલો વધુ એક માનવ જીંદગી ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે જેમા મોરબીનાં પ્રૌઢાનુ હૃદય રોગનો હુમલો આવ્યા બાદ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા રવાપર રોડ પર રહેતા જીગ્નાશાબેન નટવરલાલ મોઢા નામનાં પર વર્ષનાં પ્રૌઢાનુ હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા . જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક તપાસમા મૃતક પ્રૌઢાનાં પતી દુબઇમા રહે છે. અને તેમને સંતાનમા એક પુત્ર હોવાનુ જાણવા મળી રહયુ છે.
હૃદયરોગનો હુમલો: મોરબીના પ્રૌઢાનું મોત

oplus_2097152
