Site icon Gujarat Mirror

કોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોત

રાજકોટમાં પરિણીતા, બે પ્રૌઢ અને એક વૃધ્ધને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

રાજકોટ સહીત રાજયભરમા કોરોનાનાં કહેર વચ્ચે હૃદયરોગનાં હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવી જીંદગી કાળનાં ખપરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ ચાર જીંદગી ધબકારા ચુકી ગઇ હોવાની ઘટનાં સામે આવી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક આવેલા નાકરાવાડી ગામે રહેતી રીટાબેન નીતીનભાઇ બહુકીયા નામની ર3 વર્ષની પરીણીતા પોતાનાં ઘરે હતી. ત્યારે સાંજનાં પાચેક વાગ્યાનાં અરસામા બેભાન હાલતમા ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. જયા ફરજ પરનાં તબીબે હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક પરીણીતાને ખાનગી હોસ્પીટલમા તપાસ અર્થે લઇ જવામા આવી હતી. જયા તેણીને આંતરડામા સોજો હોવાનુ જણાવતા રીટાબેન પરત ઘરે આવ્યા હતા. અને ઘરે આવ્યા બાદ બેભાન હાલતમા ઢળી પડતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળી રહયુ છે.

બીજા બનાવમા રાજમોતી મીલ પાછળ આવેલ સીતારામ નગરમા રહેતા અજયભાઇ મોહનભાઇ સોલંકી નામનાં 45 વર્ષનાં પ્રૌઢ બપોરનાં બે વાગ્યાનાં અરસામા રાજમોતી મીલ પાસે ગેરેજમા પોતાની રીક્ષા રીપેર કરાવવા માટે ગયા હતા. જયા રીક્ષામાથી ઉતરતાની સાથે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. પ્રૌઢને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક અજયભાઇ સોલંકી બે ભાઇ એક બહેનમા વચેટ હતા. અને તેમને સંતાનમા એક પુત્ર હોવાનો જાણવા મળ્યુ છે.

ત્રીજા બનાવમા નવા થોરાળામા આવેલ સર્વોદય સોસાયટીમા રહેતા જયંતીભાઇ માણજીભાઇ પરમાર (ઉ.વ. 45) રાત્રીનાં સુતા બાદ વહેલી સવારે પાંચ વાગ્યાનાં અરસામા નહી ઉઠતા બેભાન હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયા ફરજ પરનાં તબીબે જયંતીભાઇ પરમારનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

જયારે ચોથા બનાવમા કોઠારીયા રોડ લાલ પાર્કમા રહેતા વલ્લભભાઇ કુરજીભાઇ વાડોદરીયા (ઉ.વ. 6ર) સવારનાં સમયે પડધરીનાં સુગાવગામે પોતાની વાડીએ હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઇ જતા તેમને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

Exit mobile version