રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આજથી વિધિવત રીતે 1350 જેટલા દબાણકર્તાઓનું સુનાવણી શરૂૂ કરવામાં આવી હતી. જોકે, પ્રથમ તબક્કાની પ્રક્રિયામાં 400 જેટલા આસામીઓ ગેરહાજર રહેતા લોકોને અંતિમ નોટિસ ફટકારી છે અને આગામી ગુરૃવારને 8 તારીખે પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરી છે. પૂર્વ મામલતદાર દ્વારા સોમવાર 590 લોકો,મંગળવાર540 લોકો અને બુધવાર 260 લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 400 જેટલા લોકો પુરાવા સાથે હાજર ન રહ્યા હતા જેઓને આજે તમામ 400 લોકોને પુન: નોટિસ પાઠવી દેવામાં આવી છે.
તંત્રના જણાવ્યા અનુસાર, જો આગામી 8 તારીખે પણ આ લોકો પુરાવા સાથે હાજર નહીં રહે તો રાજકોટમા તા. 11 થી 14 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ બાદ ગમે ત્યારે ડિમોલિશન કરવામા આવે તેવી શકયતા છે સ્થાનિકોની માંગણી છે કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરની છત છીનવવામાં ન આવે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 10 જાન્યુઆરીના આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
જગલેશ્વર મેગા ડિમોલિશનમાં કુલ 1.80 લાખ ચોરસમીટર સરકારી જમીન ખાલી કરાવવા માટે એક સાથે 1357 દબાણકારને નોટિસ આપવામાં પૂર્વ મામલતદાર કચેરીએ ટીપી શાખા ઉપરાંત અન્ય કચેરીના નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટીની મદદ લીધા બાદ હવે સુનાવણી માટે પણ 3 નાયબ મામલતદાર, 10 રેવન્યુ તલાટીને અન્ય કચેરીમાંથી વિશેષ ફરજ પર લેવાયા છે.

