Site icon Gujarat Mirror

જામનગરની મેડિકલ કોલેજના છાત્રો સાથે આરોગ્ય મંત્રીનો સંવાદ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
તબીબી વ્યવસાય માત્ર એક વ્યવસાય નથી, પરંતુ માનવસેવાનું સર્વોત્તમ સાધન છે. ડોક્ટર તરીકે દર્દીઓને સારવાર આપવાની સાથે સમાજ પ્રત્યેની સંવેદના, કરુણા અને માનવીય મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવાની અપીલ કરી હતી.

જામનગરમાં નિર્માણ પામી રહેલ GCTM (Global Centre for Traditional Medicine) ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે. આ કેન્દ્ર સંશોધન, નવીનતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પરંપરાગત ચિકિત્સાને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, જેના કારણે જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. આ માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, આયુર્વેદ અને માનવકલ્યાણના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ છે. જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માટે પણ મેદરૂૂપ બનશે. તેમ મંત્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યમાં માત્ર 6 થી 7 મેડિકલ કોલેજો હતી પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ હાલ ગુજરાતમાં 42 મેડિકલ કોલેજ છે.

તેમણે જણાવ્યું કે ડોક્ટર માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ દર્દી પ્રત્યેનો સારો વ્યવહાર, સંવેદના અને મીઠી વાણી પણ એટલી જ મહત્વની છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખી સૌજન્યપૂર્ણ વર્તન કરનાર વ્યક્તિ જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે. જામનગરની ધરતી માનવતા અને કરુણાની અનોખી પરંપરાની સાક્ષી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડના બાળકો યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓમાં નિરાધાર બન્યા હતા, ત્યારે જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બાલાચડી ખાતે તેમને આશ્રય, શિક્ષણ અને માતા-પિતાના સ્નેહ સમાન સુરક્ષા પૂરી પાડી હતી. એ જ કરુણા અને સેવાભાવ આજના ડોક્ટરોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ.

ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કેથલેબની શરૂઆત થશે

સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગણાતી જામનગર ની ગુરુ ગોવિંદસિંહ (જી.જી.) સરકારી હોસ્પિટલ માં આગામી છ માસમાં જ કેથલેબ ની સુવિધા શરૂ કરવામાં આવશે. તેમ રાજ્ય ના આરોગ્ય મંત્રીએ જામનગર માં પત્રકારો સાથેની વાતચીત માં જણાવ્યું હતું. જામનગર માં આજ થી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ને જવાબદારી સોંપવામાં આવી છે માટે તેઓ આજે જામનગર ના મહેમાન બન્યા હતા . તેમનો સાંજે જામનગર ની એમ.પી શાહ મેડિકલ કોલેજ માં તબીબી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ નો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર ની સરકારી જી જી હોસ્પિટલ માં કેથલેબ ની સુવિધા આગામી છ માસ માં શરૂ કરવામાં આવશે. એટલે કે હૃદયરોગ ના દર્દીઓ ને એન્જયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટિ ની સુવિધા જામનગર માં જ મળી રહેશે. આ સુવિધા માટે છેલ્લા કેટલાક વર્ષો થી પ્રયત્નો ચાલી રહ્યા હતા .આખરે આ સુવિધા આગામી સમય માં નગરજનો ને મળતી થશે. જોકે કેથલેબ માટે સંબંધિત વિભાગના નિષ્ણાત તબીબો ની અને રાઉન્ડ ધ ક્લોક મેડિકલ ઓફિસર ની જરૂર રહેશે. આ ઉપરાંત આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે તબીબી વિદ્યાર્થીઓ ને બોન્ડ માં રાહત આપવામાં આવશે. કારણ કે બોન્ડ ની મોટી રકમ ભરનાર તબીબી વિદ્યાર્થી ને પેનલ્ટી સહિત ની રકમ નું લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. આ માટે સરકાર પોતાની નીતિ માં બદલાવ કરવા વિચારણા કરી રહી છે.

Exit mobile version