Site icon Gujarat Mirror

હરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધ

હરીહર ચોક ખાતે આવેલ નાલુ જર્જરીત થઇ જતા નવુ નાલા બનાવવા માટે રસ્તો બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ અને હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ સુધીનાં રોડ પર પતરા લગાવવાની કામગીરી પુર્ણ થયા બાદ મહાનગર પાલિકાએ આજે બ્રિજનાં કામ માટે હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ સુધીનો રોડ 1 વર્ષ બંધ રહેવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. આ સ્થળ પર રૂ. 2.36 કરોડનાં ખર્ચે નવુ નાલુ બનાવવામા આવશે . જે કામ 1 વર્ષે પુર્ણ થશે. હાલ પતરા લગાવ્યા બાદ ફકત ટુ વ્હીલર વાહનો માટે રસ્તો ચાલુ રાખવામા આવ્યો છે જે થોડા સમય પછી બંધ કરી દેવામા આવશે.

Exit mobile version