રાષ્ટ્રીય
દિલ્હીમાં હાફ મેરેથોન-2024 સંપન્ન
નવી દિલ્હીમાં યોજવામાં આવેલી વેદાંત દિલ્હી હાફ મેરેથોન 2024ના વિજેતાઓની વિવિધ તસવીરોમાં યુગાન્ડાના જોશુઆ ચેપ્ટેગી, કેન્યાના એલેકસ મટાટા અને નિકોલસ ક્રિપકોકીર વિજેતા ચંદ્રકો સાથે નજરે પડે છે. ભારતનો સાવન બરવાલ એલિટ ઇન્ડિયન મેલ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ વિજયી મુદ્રામાં જોવા મળે છે. અન્ય તસવીરમાં એલિટ ઇન્ડિયન ફિમેલ કેટેગરીમાં ભારતની લીલી દાસ, કવિતા અને પ્રીતિ નજરે પડે છે. વિકલાંગ સહભાગીઓ પણ નજરે પડે છે.