ગુજરાત

ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે જંગલ ડી રહી છે: હર્ષ સંઘવી

Published

on

ગુજરાતના અંકલેશ્ર્વરમાંથી વધુ એક વખત રૂા.250 કરોડનુું ડ્રગ્સ ઝડપાતા રાજયના ગૃહમંત્રી હર્ષસંઘવીનું નિવેદન આવ્યુ છે.


થોડા દિવસ અગાઉ સુરતના વેલેન્જામાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયા હતા. જેને લઇ તાજેતરમાં હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં વાત કરી હતી. જેમાં તેઓએ વેલેન્જામાંથી ડ્રગ્સ ઝડપાવા અંગે બોલ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે સુરત પોલીસને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પણ જંગ લડી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી સુરત ક્રાઈમબ્રાંચ ડ્રગ્સ પકડવા મહેનત કરી રહી હતી. જેમાં રાત દિવસ એક કરીને તેઓએ આ ડ્રગ્સ ઝડપ્યું હતું. સુરત ક્રાઈમબ્રાંચને 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી હતી. જેમાં સુરતથી ભરૂૂચ સુધી ઓપરેશન આગળ વધ્યું હતુ. ત્યારે આ અંગે ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે પોલીસે કેટલાય યુવકના જીવન બરબાદ થતાં બચાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version