વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 41મી ભવ્ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્વે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 કલાકે મવડી ચોકડી ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ પ્રકાશદાસજી સ્વામી (હિંદુ રાષ્ટ્રહિત રક્ષક, સ્વામીનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા) એકત્રિત થયેલા શહેરીજનોને આશીર્વચનની સાથે હિંદુ સમાજમાં સમરસતા અને એકતાનો બોધ આપશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના રાજકોટ મહાનગરના કાર્યવાહ ડો.અશિષ શુક્લાજી ધર્મસભાને સંબોધશે. અંતમા ધર્મસભાના મુખ્ય વક્તા શંકરભાઉ ગાયકર જેઓ વિહિપના કેંદ્રિય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા છે તેઓ ઉપસ્થિત રહી શહેરીજનોને વિસ્તૃત પ્રશંગોરુપ ઉદબોધન આપીને હિંદુ સમાજને આવનારા સમયની રાહ બતવશે અને નશા મુક્ત ભારત બનાવવા માટે યુવાનો અને યુવતીઓ ને આહવાન કરશે.
ઉપરાંત અનેક સંતો મહંતો આ ધર્મસભામા સંદેશાત્મક રીતે ઉપસ્થીત રહીને હિંદુ સમાજને સંગઠીત અને સમરસ બનવા માટે આહવાન કરશે. ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા, સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઈ રુપારેલીયા અને સહ ઇનચાર્જ દિપકભાઇ ગમઢા, મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા, વિનયભાઈ કારીયા, સમીતીના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર, ડો. હિરેન વિસાણી અને ભુપતભાઇ બોદર, સંકલન સમીતીના પુ. રાધેશ્યામ બાપુ, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, કુણાલભાઇ વ્યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ, રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, જયેશભાઇ સાંઘાણી, સુજીતભાઇ ઉદાણી, વસંતભાઇ લીમ્બાસીયા, રાજુભાઇ જુંજા, રાહુલભાઇ જાની ઉપરાંત અનેક સામાજીક અને રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપરાંત અસંખ્ય ધર્મપ્રેમી શહેરીજનો ઉપસ્થીત રહેશે. ત્યારબાદ ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના હસ્તે મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધી બાદ શોર્ય નો કેસરિયો ધ્વજ ફરકાવીને સવારે 8:30 કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરાવાશે અને ત્યારબાદ રાજકોટ શહેરના ઐતિહાસિક માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રા બપોરે અંદાજે 3:30 કલાકે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે બાલક હનુમાન મંદીર ખાતે પૂર્ણ થશે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાજકોટ શહેરના હજારો ધર્મપ્રેમી અને કૃષ્ણઘેલા ભક્તોને કાનુડાના વિવિધ સ્વરૂૂપોની મનમોહક ઝાંખીઓના દર્શન થશે. ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, જીવનદર્શન, ધર્મ અને સંસ્કૃતિના સંદેશને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ, ભક્તિમય વાતાવરણ અને ઠેર-ઠેર સ્વાગત-સન્માનના કાર્યક્રમો આ શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ બની રહેશે.
ભગવાન શ્રી કૃષ્ણના જીવન દર્શન અને સંસ્કૃતિના દર્શન કરાવતા ફ્લોટસ, સુશોભન મંડળોની યાદી
શ્રી નેપાલી સમાજ સંસ્થા, વર્ધમાન નગર,-ભગવાન શ્રીકૃષ્ણ દર્શન ઝાંખી, ક્રિષ્ના યુવા ગ્રુપ, કોઠારીયા-વેશભૂષા, સનાતન ગ્રુપ, રામનાથ પરા, વિશ્વ માતા ગાયત્રી પરિવાર શાખા શક્તિ કુંજ- લાઈવ ગાયત્રી યજ્ઞ, બોલબાલા ગ્રુપ, શ્યામ ગ્રુપ, અટીકા,- રાધાકૃષ્ણનો ઝુલો, રાધેશ્યામ ગૌશાળા, બજરંગ યુવક મંડળ, મનહર પ્લોટ, જય રામનાથ યુવા ગ્રુપ, નાણાવટી ચોક,-કૃષ્ણ દર્શન, સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડ, વિપુલભાઈ ગજ્જર, ગોકુલધામ, કુમકુમ ગ્રુપ, માંડા ડુંગર, ગોકુલ પાર્ક, -પર્યાવરણ સંરક્ષણ, રંગીલા હનુમાનજી ધુન મંડળ, ગોવિંદ બાગ, સંત કબીર રોડ, રોકડિયા મિત્ર મંડળ, ગાંધીગ્રામ,-શિવલિંગ અને ઝૂંપડી, સીતારામ મિત્ર મંડળ, રાજમોતી મીલ પાછળ,-સંસ્કૃતિ વર્ણન, શંકર દર્શન, સત્ય હનુમાન યુવા ગ્રુપ, ચુનારવાડ ચોક, રાજપુત યુથ ફાઉંડેશન, ગાયત્રી નગર, બજરંગ યુવા ગ્રુપ, સણોસરા, તા. રાજકોટ ઉપરોક્ત સંસ્થાઓએ ફ્લોટ સુશોભન સ્પર્ધામા ભાગ લિધેલો હોવા ઉપરાંત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રક ટ્રેક્ટર, ફોર વ્હિલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલમા વિવિધ ફ્લોટ્સમા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમા ના દર્શન તથા સંસ્ક્રુતી દર્શન નો ભક્તોને લાભ મળશે. તેમજ આ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રામાં સુશોભિત અશ્વસ્વારો તાલસૂરની ઢબે મનોહર નૃત્ય પ્રસ્તુત કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે.
ધર્મસભા અને ધર્મયાત્રામા સંતો મહંતોની પ્રેરક અને પવિત્ર ઉપસ્થિતી
ભક્તિપ્રસાદ સ્વામી – ખીરસરા ગુરૂૂકુલ, મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી (ગુરૂૂકુલ – રાજકોટ), પરમાત્માનંદજી – આર્ષ વિદ્યામંદિર (મુંજકા), રાધારમણ સ્વામી કોઠારી – સ્વામિનારાયણ મંદિર (ભુપેનદ્ર રોડ), કોઠારી સ્વામી – BAPS સ્વામી મંદિર, અપૂર્વમુની સ્વામી – BAPS સ્વામિનારાયણ મંદિર, ત્યાગ વલ્લભ સ્વામી – યોગી ધામ, ધર્મવત્સલ સ્વામી SGVP – રીબડા, વિવેક સાગર સ્વામી – બાલાજી હનુમાન, ગૌકરણદાસજી – ચિત્રકુટધામ રામજીમંદિર, રામલખનદાસજી – કામનાથ મંદિર, ત્યાગી મનમોહનદાસજી – જગન્નાથ મંદિર (નાનામોવા), ભગવાનદાસજી – રામ ઝરૂૂખા મંદિર (કોઠારીયા નાકા), રાઘવદાસજી – દાધા હનુમાન, નરસિંહદાસજી – કોટવાલજી, યતી બ્રહ્મદેવજી મહારાજ – ગુરૂૂદ્દત ગીરનારી આશ્રમ (કુવાડવા), બાલંભરાદેવીજી – ગુરૂૂદ્દત ગીરનારી આશ્રમ (કુવાડવા), સંત રાજેન્દ્રદાસજી સાહેબ – કબીર આશ્રમ, મહામંડલેશ્રર રાઘવદાસજી – રામલક્ષ્મણ આશ્રમ, મહંત સ્વામી કનૈયાપુરી બાપુ-દિગમ્બર સન્યાસી, રઘુનાથ બાપુ – રણુજા મંદીર કોઠારીયા, સંત હિરસાગર બાપાનો પરીવાર (ઉગમ ફૌજ), અનીલમહારાજ અધ્યક્ષ અખિલ ભારતીય દલીત સમાજ સમીતી, મચારી હરિચેતના નંદ મહારાજ – ગુરુ સાધ્વીજી પ્રજ્ઞાજી ઠાકોર, યોગી મંગલનાથજી – ગુરુ પીર શેરનાથજી – કોઠારીયા રોડ, નિસ્વાદસ્વામી – જખટજ માધાપર, અક્ષયકુમાર મહોદય- કૃષ્ણાશ્રય હવેલી, અભિષેમકુમાર મહોદય વલ્લભાશ્રય હવેલી, વ્રજેશકુમાર મહોદય- લક્ષ્મીવાડી હવેલી, પુરૂૂષોતમ લાલજી મહારાજ – રસકુંજ હવેલી, નરસિંહદાસજી સાહેબ – કબીર મંદિર (ખત્રીવાડ), વૈષ્ણવસેવાદાસ પ્રભુ – ઇસ્કોન મંદિર (કાલાવાડ રોડ), શાસ્ત્રી શંકરમહારાજ – ગુરુ રામચરણદાસજી મંગલમુર્તી ધામ, રાજકોટ વગેરે સંતો મહંતો ઉપસ્થીત રહેશે.

