ગુજરાત

ગુજરાતની શ્રેષ્ઠ જિલ્લા શાખા તરીકે ગીર સોમનાથ રેડ ક્રોસનું સન્માન કરતા રાજ્યપાલ

Published

on

ગાંધીનગર ખાતે મળેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન થયું સન્માન

ગીર સોમનાથ રેડ ક્રોસ ને ગુજરાતની શ્રેષ્ઠ જિલ્લા શાખા તરીકેના એવોર્ડમાં રનર્સ અપ તરીકે રાજ્યપાલના હસ્તે સન્માનીત કરાયેલ છે. આ તકે સંસ્થાને આર્થિક સહયોગમાં માધ્યમ બનનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીતેન્દ્રભાઇ તન્નાનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.


ગાંધીનગરના રાજભવન ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળેલી જેમાં મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીના હસ્તે તેમજ ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જીલ્લાની રેડ ક્રોસ શાખાને ગુજરાતની 33 જિલ્લામાંથી શ્રેષ્ઠ જિલ્લા શાખા તરીકેનો ેવોર્ડ (રનર્સ અપ) એનાયત કરવામાં આવેલ છે. આ પ્રસંગે રેડ ક્રોસ ગીર સોમનાથના ચેરમેન કિરીટભાઇ ઉનડકટ, મે.કમિટીના સભ્ય ગીરીશભાઇ ઠક્કર, આર્કિટેક્ટ એન્જિનિયર રાજુભાઇ પટેલ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચેરમેન કિરીટભાઇ ઉનડકટે આ એવોર્ડના સાચા હકદાર રેડ ક્રોસ – ગીર સોમનાથના કાર્યરત સભ્યો તથા સ્ટાફ સભ્યોને ગણાવ્યા હતા.


વર્ષ 2023-24 દરમ્યાન વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનનું લોકાર્પણ અને તેના દ્વારા કોમ્પોનન્ટ બ્લડ સેવા, રાહતદરે ફિઝીયોથેરાપી, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ તેમજ સર્જિકલ સાધનોની સેવાઓની રાજયકક્ષાએ નોંધ લેવાઇ હતી અને તેના સંદર્ભે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત રેડ ક્રોસ તથા ગીર સોમનાથ રેડ ક્રોસને આર્થિક સહયોગમાં માધ્યમ બનનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એનટીપીસી ના ડાયરેક્ટર જીતેન્દ્રભાઇ તન્નાનુ પણ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version