Site icon Gujarat Mirror

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગર જિલ્લાની મુલાકાતે

The Governor of Himachal Pradesh, Shri Acharya Devrat calls on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on December 11, 2015.

આજ રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે.રાજયપાલશ્રી જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સીદસર ખાતે સવારે 11.00 કલાકે ઉપસ્થિત રહી કૃષિ સંમેલનને સંબોધિત કરશે.જે કાર્યક્રમની સુચારુ વ્યવસ્થાઓ માટે જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારૂૂ રીતે થાય તે માટે જરૂૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતાં. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય કાલરીયા તથા પ્રાંત અધિકારી લાલપુર અસવાર, ડી.વાય.એસ.પી ઝાલા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version