Site icon Gujarat Mirror

શાળા પ્રવાસ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર

 

ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કે પ્રાઈવેટ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આયોજિત થતાં પ્રવાસ, ટુર, પિકનીક, મુલાકાત દરમિયાન બે ગણવેશધારી પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા ફરજિયાત બનાવવામાં આવેલ છે. આ માટે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડયો છે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં વર્ષ 2024માં યોજાયેલ ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી દદ્વારા રાજ્ય પોલીસને 108 જેટલી ભલામણો કરવામાં આવી હતી. જેના અમલના ભાગરૂપે ગુજરાતમાં ઉપકરોકત નિર્ણય લેવાયો છે.

વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં. ત્યાબાદ સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈને નવી ગાઇડ લાઇન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે શાળા પ્રવાસને લઇને મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવેથી શાળા પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મી સાથે રહેશે. જો આ પ્રવાસમાં વિદ્યાર્થીઓની હોઈ તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત શાળાએ લોકલ પોલીસ સ્ટેશનને પ્રવાસ અંગે જાણ કરવી પડશે.

ઙખ મોદીએ ઉૠઙ-ઈંૠઙ કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરવામાં આવશે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં અન્વયે રાજ્યની તમામ (સરકારી/અર્ધસરકારી/પ્રાઈવેટ) શાળાના આચાર્યઓને સૂચના આપવામાં આવી છે.

જેમાં ઉલ્લેખ કર્યો છે કે હવે વિદ્યાર્થીઓ માટે આયોજીત થતી પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા, શાળાના આચાર્યઓએ ઉપરોક્ત કામગીરી માટે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાત મહિલા વિદ્યાર્થીનીઓની હોય તો, મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા.

Exit mobile version