પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત એજન્સી દ્વારા બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પરિબળોની તપાસ કરી મનપાને રિપોર્ટ અપાશે
મોરબી ઝુલતા પુલ ગોજારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજને લગતી નવી એસઓેપી બનાવી નિયમોની કડક અમલવારી કરવાના આદેશ જારી કર્યા હતા. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અંડર બ્રિજની ચોમાસા બાદની સ્થિતિ જાણવા ક્ધસ્લટન્ટની નિમણૂક કરવામાં માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. એજન્સી દ્વારા તમામ બ્રિજના ઇન્ફાસ્ટ્રકચર સહિતના પરિબળોની તપાસ કરી બ્રિજની સ્થિતિ અંગેનો અહેવાલ મહાનગરપાલિકાને આપશે જેના આધારે મનપા દ્વારા જરૂરીયાંત મુજબ રીપેરીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજ્યમાં બ્રિજો તુટવાની ઘટનાઓ વધવા લાગી છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ અંડરબ્રિજ અને ઓવરબ્રિજની દેખરેખ તેમજ ચકાસણી અને રીપેરીંગ સહિતના નવા નિયમો તૈયાર કરી એસઓપી જાહેર કરવામાં આવી છે. જેની અમલવારી તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામપંચાયત અને માર્ગ મકાન વિભાગને કરવાની રહે છે. આ એસઓપી મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત નાલાઓ તેમજ અન્ય ચકાસણી થઇ ચૂકી છે અને રિપોર્ટ મુજબ જૂના બાંધકામો સિવાય બાકી બધુ ઓકે હોવાનુ જણાવામાં આવ્યું છે. પરંતુ ચોમાસા બાદ પ્રો-મોન્સુન કામગીરી કરવાની સૂચના સરકાર દ્વારા એસઓપી આપવામાં આવેલ છે.
હાલ ચોમાસા પૂર્ણ થવામાં હોય શહેરના તમામ અન્ડરબ્રિજ અને ઓવર બ્રિજ ઉપર વરસાદની અસર કયા પ્રકારે થઇ છે. તેમજ પ્રી-મોન્સુન કામગીરી દરમિયાન કોઇ બ્રિજમાં ખામી દેખાય હોય પરંતુ રીપેરીંગ જરૂરી ન લાગ્યુ હોય ત્યારે વરસાદ બાદ આ ખામી વાળા બ્રિજની હાલની સ્થિતિ ખાસ ધ્યાનમાં રખાશે અને ચકાસણી કરી અલગથી રિપોર્ટ કરવામાં આવશે. સરકારની એસઓપી મુજબ મહાનગરપાલિકા દ્વારા તમામ બ્રિજની ચકાસણી માટે ક્ધસ્લટન્ટની નિમણુક કરવામા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલના એસ્ટીમેન્ટ મુજબ રૂા.20 લાખનો ખર્ચ બ્રિજની ચકાસણી માટે કરવામાં આવશે.
તંત્રના જણાવ્યા મુજબ સરકારની એસઓપી પહેલા પણ પ્રી-મોન્સુન કામગીરી દરમિયાન તમામ અંડર બ્રિજ અને ઓવરબ્રિજ તાથા નાળાઓની ચકાસણી કરવામાં આવતી હતી. પરંતુ એસઓપીમાં નવો નિયમ અમલમાં આવ્યો છે. જે મુજબ હવે ચોમાસા બાદ પ્રો-મોન્સુન કામગીરી અંતર્ગત અગાઉ ચકાસણી થયેલા તમામ બ્રિજની ફરિવાર ચકાસણી કરવામાં આવશે અને એજન્સીના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
મોટા મવા, રામધણ અને સાંઢિયાપુલ અગાઉની તપાસમાં ખામી યુકત જણાયેલ
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઓવર બ્રિજ અને અંડરબ્રિજની ચકાસણી કરવાની તૈયારી આરંભી છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ સરકારના આદેશ બાદ તે સમયે તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં મોટા મોવા તથા રામધણ પાસેના નાના પુલીયા અને જામનગર રોડ ઉપર સાંઢીયા પુલ ખામી યુકત જણાયેલ જેથી તંત્ર દ્વારા રામધણ અને મોટા મવાના બંને પુલનુ મરમ્મત કરેલ અને જર્જરિત થયેલ સાંઢીયા પુલ તોડી પાડી તેના સ્થાને હાલ નવો ફોરલેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આથી આ વખતે રિપોર્ટ આવ્યા બાદ કયા બ્રિજમાં ખામી છે. તે જાણવા મળશે.

