Site icon Gujarat Mirror

અમને સુવિધા આપો: કટારિયા ચોકડીએ ઝૂંપડાધારકોનું ચક્કાજામ

ટેન્કરના બદલે નળ કનેકશન અને રોડ-રસ્તાઓ બનાવવાની માંગ સાથે રસ્તા લોકો આંદોલન શરૂ કરતા મનપાના અધિકારીઓ દોડ્યા

રાજકોટ શહેરમા છેલ્લા ર માસથી રોડ – રસ્તા મુદે તમામ વિસ્તારોમાથી વિરોધ ઉઠી રહયો છે. અને આ મુદે સોસાયટીઓ તેમજ લતાવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામા આવી રહયા છે. તેનાં લીધે મનપા દ્વારા પણ એકશન પ્લાન અંતર્ગત રોડ – રસ્તા મરમ્મત સહીતની કામગીરી શરુ કરાઇ છે . ત્યારે કટારીયા ચોકડી ખાતે આવેલ મફતીયાપરામા રહેતા ઝુપડપટ્ટી ધારકોએ આજે સવારે કટારીયા ચોકડીએ એકઠા થઇ નળ કનેકશન તેમજ રોડ – રસ્તા બનાવવાની માંગ સાથે ચોકડીએ ચકકા જામ કરતા મનપાનાં અધીકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે સમજાવટનાં અંતે મામલો થાળે પડયો હોવાનુ જાણવા મળેલ છે.

મહાનગર પાલિકાને મિલકત વેરા સહીતનો ચાર્જ ચુકવતા શહેરીજનો પોતાનાં હકકની લડાઇ લડી રહયા હોય તેમ તુટેલા રોડ – રસ્તા પ્રશ્ર્ને ઘણા સમયથી વિરોધ પ્રદર્શનો યોજી રહયા છે. મોકો સમજી વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદે અનેક વખત રજુઆતો કરવામા આવી છે. કાયદેસર મિલકતો ધરાવતા લોકો તંત્ર પાસે પાયાની સુવિધાઓ માગી રહયા છે. ત્યારે જ સરકારી જમીન પર દબાણો કરી મફતીયાપરા ઉભા કરનાર ઝુપડાવાસીઓ પણ હવે મેદાનમા આવ્યા છે. અને પીવાનુ પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહીતની સુવિધાઓ અમને પણ મળવી જોઇએ તેવી રજુઆતો સાથે વિરોધ પ્રદર્શનો કરવા લાગ્યા છે.

જેમા આજે કટારીયા ચોકડી પાસે મહાનગર પાલિકાનાં પ્લોટ પર વરસોથી ઝુપડાઓનાં દબાણ કરી મફતીયુપરુ ઉભુ કરવામા આવ્યુ છે. મનપા દ્વારા ત્યા રહેતા લોકોને ટેન્કર મારફતે પીવાનુ પાણી પુરુ પાડવામા આવી રહયુ છે . પરંતુ હાલમા રોડ – રસ્તા મુદે ચાલતા મુદાને હાથો બનાવી આજે સ્થાનીકોએ કટારીયા ચોકડીએ એકઠા થઇ ચકકાજામ કરી વાહન વ્યવહાર ઠપ્પ કરી દેતા મનપાનાં અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

સ્થાનીકોએ જણાવેલ કે વરસોથી આ જગ્યાએ વસવાટ કરીએ છીએ. મહાનગર પાલિકા દ્વારા હાલ ટેન્કર મારફતે પીવાનુ પાણી આપવામા આવી રહયુ છે . જે અપુરતુ હોવાથી હવે અમને ઘરે ઘરે નળ કનેકશન આપવામા આવે . તેવી જ રીતે આ ઝુપડપટ્ટીમા રોડ – રસ્તાની સુવિધા પણ મળવી જોઇએ. આ તમામ મુદે વિરોધ કરતા અધિકારીઓએ ભારે સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો . અને પોલીસ વિભાગે ફરી વખત વાહન વ્યવહાર ચાલુ કરાવ્યુ હતુ.

એક તો ચોરી અને ઉપરથી સીનાજોરી: તંત્ર
કાલાવાડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ઝુપડવાસીઓએ પીવાનુ પાણી અને રોડ – રસ્તા મુદે ચકકાજામ કરી વાહન વ્યવહાર ઠપ્પ કરી દેતા મનપાનાં અધીકારીઓએ લોકોને સમજાવી હાલ મામલો થાળે પાડયો છે . પરંતુ આ સ્થળ પર બ્રીજનુ કામ ચાલુ હોય ચાર તરફ સર્વિસ રોડ બનાવવા માટે અગાઉ અનેક દબાણો દુર કરવામા આવ્યા છે . ત્યારે સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ઝુપડ્ડાધારકોએ આજે તંત્ર સામે હથીયારો ઉગામતા અમુક અધીકારીઓએ જણાવેલ કે આ તો એક તો ચોરી અને ઉપરથી સીનાજોરી વાકય સાચુ પડતુ હોય તેવુ આ બનાવમા જોવા મળ્યુ છે. સરકારી જમીન ખાલી કરવાનાં બદલે હવે આ લોકો રોડ – રસ્તા સહીતની સુવીધાઓ માંગી રહયા છે . પરંતુ એક – બે માસમા તમામને નોટીસ આપી દબાણો દુર કરવામા આવશે.

Exit mobile version